જસદણમાં બાળકો દ્વારા પ્રચાર કરાવતા ભાજપને મોંઘુ પડી શકે છે, ECમાં નોંધાઈ ફરિયાદ

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પ્રચાર કરવા નાના ભૂલકાઓને મેદાનમાં ઉતારતા ચૂંટણી કમિશિનર, બાળ સંરક્ષણ વિભાગને રજુઆત કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી શકાય નહીં. ભાજપે નાના બાળકોના હાથમાં કમળના નિશાનવાળા ઝંડા લઈને ચૂંટણી પ્રચારમાં કામે લગાવ્યા હતા. ભાજપે પ્રચાર માટે બાળકોને મેદાનમાં ઉતાર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બુદ્ધિજીવી અને અન્ય નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter