જસદણની જંગઃ જાણો કુંવરજી-અવસર નાકીયાએ કેટલો ખર્ચો કરી નાખ્યો

જસદણ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બળના પારખાં થવાના છે. ગુરૂવારે જસદણ પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાનને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જસદણમાં પેરા મિલિટરીની છ કંપની, પોલીસના 306 જવાન સહિત જીઆરડીના 311 જવાનને તૈનાત કરવામાં આવ્યા છે.

ત્યારે બંને પક્ષના ઉમેદવારોએ પણ જીત માટે બધુ ખર્ચી નાખ્યું છે. જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે રૂપિયાની લ્હાણી કરી છે. પેટાચૂંટણીમાં કરેલા ખર્ચ મુજબ ભાજપના કુંવરજી બાવળીયાએ 14 લાખ 86 હજાર 953 રૂપિયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ 32 લાખ 31 હજાર 615 રૂપિયા વાપર્યા છે. ચૂંટણીમાં ઉમેદવાર માટે ચૂંટણીના ખર્ચની મર્યાદા મહત્તમ 28 લાખ રૂપિયા છે.

પરંતુ જોવામાં આવે તો કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે બાવળીયાને સોગંદનામા પર નજર કરીએ તો, તેમની કુલ આવક 14 લાખ 78 હજાર 820 રુપિયા છે. હાથ પર રોકડ 50 હજાર અને બાવળીયા પાસે ફકત એક તોલા સોનું છે. બાવળિયાના પત્ની પાસે ચાર તોલા સોનું અને એક કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter