જસદણની જંગ : ચૂંટણી માટે 262 ઇવીએમ પહોંચ્યા જસદણ, 126 મથકો સંવેદનશીલ જાહેર

ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. મતદાન માટે ઉપયોગમાં આવનારા ઈવીએમ જસદણ પહોંચી ગયા છે. તેમજ ચૂંટણી પંચના કર્ચમારીઓએ ઈવીએમની ચકાસણી કરી છે. જસદણ પેટા ચૂંટણી માટે 262 ઈવીએમ લાવવામાં આવ્યા છે. ઈવીએમ મશીનની સાથે વિવીપેટ મશીનની પણ ચકાસણી કરાઈ છે. જસદણ પેટા ચૂંટણીમાં 2 લાખ 32 હજાર મતદારો છે. અને 262 મતદાન મથકો છે. જેમાંથી 126 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter