GSTV
Home » News » જસદણમાં ડાયરો યોજાયો અને કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકીયાને આવી નોટિસ

જસદણમાં ડાયરો યોજાયો અને કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકીયાને આવી નોટિસ

જસદણ પેટાચૂંટણીમાં પ્રચારનો સુપર સન્ડે જોવા મળ્યો. રવિવારની રજાના દિવસે મતદારોને આકર્ષવા માટે ભાજપ-કોંગ્રેસે પુરૂ જોર લગાવી દીધું. ભાજપમાંથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપરાંત સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન પ્રચારમાં ઉતર્યા. તો કોંગ્રેસમાં પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નવ જેટલા ધારાસભ્યોની ફોજ મેદાનમાં ઉતરી પડી હતી. અને ગલી ગલીએ, મહોલ્લે-મહોલ્લે ફરી મતદારોને આકર્ષવાના પ્રયાસ કર્યા. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરણસીમા પર છે.

જસદણમાં કુંવરજી હારે છે તેવું લખાણ લખાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે તેવું લખાણ લખેલુ જોવા મળ્યું. તો બીજી તરફ જસદણ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગની નોટીસ અપાઇ છે. જસદણ મત વિસ્તારમાં લોકડાયરામાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરાતા તેને આચાર સંહિતાનો ભંગ ગણીને નોટિસ આપી જવાબ મંગાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ડાયરો યોજ્યો હતો. જોકે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ હાર ભાળી ગઈ છે એટલે આ રીતે કોંગ્રેસના ઉમેદવારને ફસાવવાનો પ્રયાસ કરે છે.

Related posts

સતાધારના મહંત જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે નિધન

Arohi

રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી, સોનિયા, મનમોહન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Arohi

આરોગ્ય અધિકારીને લાફો મારવા બદલ ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયા સામે પોલીસ ફરિયાદ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!