જસદણઃ દિવ્યાંગો અને મહિલાઓ માટે આ રીતે સજાવવામાં આવ્યા છે મતદાન મથક

જસદણમાં મહિલાઓ માટે અલગથી મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ડી.એસ.વી.કે. હાઈસ્કૂલમાં આદર્શ મહિલા મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેને પિન્ક કલરના બલૂનથી શણગારવામાં આવ્યું છે. અહીંની મહિલા કર્મચારીઓએ મતદારોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાવ્યું.

જસદણ પેટાચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા આદર્શ દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. વાજસુર પરા કુમાર શાળામાં આદર્શ દિવ્યાંગ મતદાન મથકોમાં દિવ્યાંગો સહિતના મતદારોએ મતદાન કર્યું. આ મતદાન મથકને પર્પલ અને પિન્ક કલરના બલૂનથી શણગારવામાં આવ્યું છે. દિવ્યાંગો વ્હીલચેરમાં બેસી મતદાન મથકે આવી મતદાન કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.

જસદણમાં ચાલતા મતદાન સમયે આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર હોબાળો થયો હતો. અકસ્માતના દર્દી ભરત ભાઈ વાઘેલાને લઈને પરિવારજનો મતદાન કરાવવા પહોંચ્યા હતા. જોકે, તે મતદાન મથકના અધિકારીઓએ ભરતભાઈને મત આપવા દેવાનો ઈન્કાર કર્યો અને તેમને રૂમમાંથી બહાર ધકેલી દીધા હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter