ગુરૂ-ચેલાની જંગ : 2 લાખ 24 હજાર 290 મતદારો આજે નક્કી કરશે જસદણના નાથને

ગુજરાતભરમાં ઉત્તેજના જગાવનારી જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. ભાજપ તરફથી કુંવરજી બાવળિયા ઉમેદવાર છે. તો કોંગ્રેસ તરફથી કુંવરજીના જ શિષ્ય અવસર નાકિયા મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે માટે તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જસદણમાં કુલ 2 લાખ 24 હજાર 290 મતદાતો માટે કુલ 262 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 126 મતદાન મથકમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જસદણમાં પેરામિલિટરીની 6 કંપની.

પોલીસના 306 જવાન અને જીઆરડીના 311 મળીને કુલ 1100 જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન દરમ્યાન 24 જેટલા મતદાન મથક પર વેબ કાસ્ટિંગ અને 25 મતદાન મથક પર વીડિયો રેકોર્ડિગ કરવામાં આવશે. 31 માઈક્રો ઓબઝર્વર પણ મતદાન દરમ્યાન હાજર રહેશે. તો 3 ફ્લાઇંગ સ્કવોર્ડ અને 3 સ્ટેટીક સર્વેલન્સ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

જસદણની ચૂંટણી માટે વહેલી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમ્યાન મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જે અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સવારે 8 વાગ્યે આસલપુર મતદાન કેન્દ્ર પર મત આપશે. જ્યારે કે ભોળાભાઇ ગોહિલ સવારે 8.45 વાગ્યે બઘાડી મતદાન કેન્દ્ર પર મત આપશે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા સવારે 8 વાગ્યે વીંછીયામાં આઠમની બારી કેન્દ્ર પર મતદાન કરશે. તો ભરત બોઘરા સવારે 9 વાગ્યે કમલાપુર કેન્દ્ર પર મતદાન કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter