GSTV
Home » News » હવે 23 ડિસેમ્બરે ખબર પડશે જસદણમાં કોણ બનશે ‘કુંવર’ અને કોનો આવશે ‘અવસર’

હવે 23 ડિસેમ્બરે ખબર પડશે જસદણમાં કોણ બનશે ‘કુંવર’ અને કોનો આવશે ‘અવસર’

પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના કારણે જસદણમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. વહેલી સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે સવારના 11 વાગ્યા છે. મતદાનના શરૂઆતના ત્રણ કલાકમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો લાગી છે.

  • મતદાન પૂર્ણ  થયુ છે. મતદાન પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનું ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. ચાર વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 58 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 62 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 57 ટકા, જસદણ તાલુકામાં 63 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં ચાર વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયુ છે.
  • મતદાન પૂર્ણ થવાને આડે હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે. મતદાન પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનું ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે. ચાર વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 58 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 62 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 57 ટકા, જસદણ તાલુકામાં 63 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં ચાર વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયુ છે.
  • મતદાન પૂર્ણ થવાને દોઢ કલાકનો સમય બાકી છે. પેટા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 52 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 54 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 56 ટકા, જસદણ તાલુકામાં 58 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન નોંધાયુ છે.
  • પેટા ચૂંટણીમાં બે વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 46 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 45 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 53 ટકા, જસદણ તાલુકામાં 52 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં બે વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન નોંધાયુ છે.
  • સવારના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. એક વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 39 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 41 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 43 ટકા, જસદણ તાલુકામાં 46 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ એક વાગ્યા સુધીમાં 42 ટકા મતદાન નોંધાયુ છે.
  • સવારના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. 12 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 28 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 33 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 29 ટકા, તાલુકામાં 34 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 12 વાગ્યા સુધીમાં 36.85 ટકા મતદાન નોંધાયુ છે.
  • સવારના આઠ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો જોવા મળી છે. 12 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 28 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 33 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 29 ટકા, તાલુકામાં 34 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 12 વાગ્યા સુધીમાં 32 ટકા મતદાન નોંધાયુ  છે.
  • સવારના  11 વાગ્યા છે. મતદાનના શરૂઆતના ત્રણ કલાકમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો લાગી છે. 11 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 19 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 23 ટકા અને જસદણ સિટી  ઉત્તરમાં 20 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 11 વાગ્યા સુધીમાં 22 ટકા મતદાન નોંધાયુ છે.
  • મતદાનના બે કલાકમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 12 ટકા, જસદણ તાલુકામાં 18 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 13 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 17 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.
  • જસદણમાં સરેરાશ 10 વાગ્યા સુધીમાં 15 ટકા મતદાન નોંધાયુ છે. છેલ્લા દિવસ સુધી મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદાવારોએ પ્રચારમાં એડિચોટીનુ જોર લગાવી દીધુ. કડકડતી ઠંડીમાં પણ જસદણ વાસીઓ ગરમ કપડા પહેરીને વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતાર લગાવી હતી.અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
  • જસદણ વિધાનસભા ચૂંટણીને લઈને સામાન્ય મતદારોમાં વહેલી સવારથી ઉત્સાહ જોવા મળ્યો. જેમાં સદી વટાવી ચુકેલા વૃદ્ધા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. 105 વર્ષની વયના કડવી બહેનના પરિવારજનો તેમને મતદાન મથકે મતદાન માટે ગઈને ગયા હતા. અને 105 વર્ષની વયના વૃદ્ધાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!