માતાજીના દર્શન કરી મતદાન કર્યા બાદ બંને નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

સમગ્ર રાજ્યની જેના પર નજર છે. તેવી એક માત્ર જસદણ પેટાચૂંટણીના મુખ્ય બંને ઉમેદવારોએ મતદાન કરીને પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિંછીયા ખાતે પહોંચીને આઠમની બારી કેન્દ્રથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા છકડો લઈને આસલપુર મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. અને ત્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતાદન કરતા પહેલા પોતાના કુળદેવી અને ઘરમાં રહેલા મંદિરમાં શિશ ઝુકાવ્યુ હતુ. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા તો ઘરેથી પૂજા પાઠ કર્યા બાદ કુળદેવીના આશિર્વાદ લેવા પણ મંદિરે પહોંચ્યા હતા.

મતદાન કેન્દ્ર પર જતા પહેલા બાવળિયા કુળદેવી હિંગળાજ માતાના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક યુવતીઓએ તેમને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા. બાદમાં તેમણે આશિર્વાદ લીધા હતા. જ્યારે અવસર નાકિયાએ પણ મતદાન માટે જતા પહેલા પોતાના ઘરમાં રહેલા મંદિરમાં દર્શન કર્યા.

જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના નેતા ભોળાભાઈ ગોહિલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જસદણ પેટાચૂટંણીમાં ભોળાભાઈ ગોહિલ ઉમેદવારની રેસમાં બીજા ક્રમે હતા. જોકે જસદણમાં કોળી મતદારોને ધ્યાને રાખીને કોંગ્રેસે અવસર નાકિયાને ઉમેદવાર બનાવ્યા હતા. આજે તેઓ એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને પોતાનો નંબર આવે ત્યારે મતદાન કુટિર સુધી પહોંચ્યા છે. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter