જસદણમાં ઠંડીમાં રાજકીય ગરમીનો અહેસાસ : અવસર નાકિયા છકડો ચલાવીને આસલપુર મતદાન મથકે પહોંચ્યા

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીના કોંગી ઉમેદવારે મતદાન શરૂ કરતા પહેલા ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા. અને જાતે છકડો ચલાવીને આસલપુર મતદાન કેન્દ્ર પર મતદાન કરવા તેઓ પહોંચી રહ્યા છે. ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયાના જ ચેલા અવસર નાકિયાના ઘરે વહેલી સવારથી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ સવારથી કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને કોંગી ઉમેદવાર અવસર નાકિયા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અવસર નાકિયા પણ રાજકીય ગરમાવા વચ્ચે મતદાન પહેલા હરિફ ઉમેદવાર કુંવરજીપ ર આકરા પ્રહાર કર્યા અને કુંવરજીના રોજયોગનો અંત આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કંવરજીએ જસદણની પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો.

ઠંડીમાં ગરમીનો માહોલ

પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના કારણે જસદણમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. છેલ્લા દિવસ સુધી મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદાવારોએ પ્રચારમાં એડિચોટીનુ જોર લગાવી દીધુ. તો બીજીતરફ, મતદારોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યુ. કડકડતી ઠંડીમાં પણ જસદણ વાસીઓ ગરમ કપડા પહેલીને સવારે આઠ વાગ્યામાં મતદાન મથકો પર લાંબી કતાર લગાવી હતી.અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આઠમની બારીથી મતદાન

જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિંછીયાના આઠમની બારી કેન્દ્રથી મતદાન કરવાના છે. ત્યારે મતદાન કરતા પહેલા તેઓએ આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે તેમ કહ્યુ હતુ. તેઓએ મતદાન શરૂ કરતા પહેલા માતા અને કુળદેવીના આશિર્વાદ લેવા જતા હોવાનું કહ્યુ અને સૌ પ્રથમ માતાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.

બંન્ને પક્ષનો જીતનો દાવો

જસદણ પેટાચૂંટણીમાં ગુરુ-ચેલા વચ્ચે સીધો મુકાબલો જામ્યો છે. અને આજે મતદાન છે. ત્યારે મતદાન શરૂ થતા પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા. કોંગી ઉમેદવાર અવસર નાકિયાએ જસદણની જનતા સાથે વિશ્વાસઘાત કરનારને પ્રજા જાકારો આપશે તેવો આક્ષેપ લગાવ્યો છે. તો ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયાએ આજનો દિવસ જસદણની જનતા માટે ઐતિહાસિક બની રહેશે તેવો દાવો કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter