કુંવરજી કરોડપતિ છે તો નાકિયા છકડો ચલાવે છે એટલે નથી ભીખારી, બંને સામે છે ફોજદારી કેસ

5 રાજ્યોમાં ભાજપની અાબરૂનું ધોવાણ બાદ મોદીના હોમગ્રાઉન્ડમાં વધુ અેક જસદણમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં હાર થઈ તો મોદી, અમિત શાહનું અાબરૂનું 
દેશમાં ધોવાણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ગુમાવવું પડશે તો બાવળિયાએ. બાવળિયા હાલમાં ચેલા કરતાં જબરજસ્ત આગળ લીડ લઇ રહ્યાં છે.

બાવળિયાનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. હાર્યા તો ન ઘરના ન ઘાટના થઈને રહી જશે. બાવળિયાએ દાવ ખેલીને કોંગ્રેસમાંથી ભાજપમાં ઝંપલાવ્યું છે. જેમાં તેઓ હાલમાં કેબીનેટ મંત્રી છે. જો હાર્યા તો મંત્રીપદ પણ જશે અને રાજકીય કારકીર્દી ડૂબી જશે. અામ કોંગ્રેસના અવસર નાકિયા માટે જીત્યા તો અવસર આવ્યો પણ બાવળિયા હાર્યા તો રાજકીય કદ વેતરાઈ જશે. જેઅોને હરાવવા માટે કોંગ્રેસ જબરજસ્ત પ્રયાસો કરી રહી છે. પણ હાલમાં બાવળિયા આગળ ચાલી રહ્યાં છે.

જસદણમાં ગુરૂ અને ચેલા વચ્ચે છે જંગ

ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે એક સમયે કોંગ્રેસમાં કુવરજી અને અવસર નાકિયા સાથે કામ કરતા હતા એટલું જ નહીં નાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નાકિયા પોતે જાહેરમાં પણ સ્વીકારે છે કે કુવરજી બાવળીયા તેમના ગુરુ હતા આમ જસદણ નો જંગ ગુરુ અને ચેલા વચ્ચે ખેલાઈ રહ્યો છે. અહીં તેમની સંપત્તીથી લઇને ફોજદારી ગુનાઓ અંગેનો પણ મોટો ખુલાસો કરાયો છે.

કુવરજી બાવળિયાની સંપત્તિ

 • સંપત્તિ 14.78 લાખ
 • હાથ પર રોકડા 50 હજાર
 • એક તોલા સોનું
 • પત્ની પાસે 4 તોલા સોનું
 • 1 કરોડથી વધારે સ્થાવર અને જંગમ મિલકત
 • એક ફોજદારી ગુનો
 • આર્થિક લાભ લેવા ખોટા દસ્તાવેજો બનાવવાનો આરોપ

અવસર નાકિયા પાસે કુલ મિલકત

 • કુલ સંપત્તિ રૂપિયા 40.67 લાખ
 • હાથ પર રોકડા 2 લાખ
 • રૂપિયા 3 લાખની કિંમતના દાગીના
 • પત્નીના નામે 6.74 લાખની મિલકત
 • 33 લાખની સ્તાવર અને 5.67 લાખની જંગમ મિલકત
 • એક ફોજદારી ગુનો દાખલ
 • મામલતદાર કચેરીમાં તોડફોડ કરવાનો આરોપ

કોંગ્રેસ જીતી તો ભાજપની રહી સહી આબરૂનું ધોવાણ થઈ જશે

ગુજરાતમાં હાલમાં રાજકીય સ્થિતિ અલગ છે. જસદણ હાર્યા તો ધાનાણી અને અમિત ચાવડા એ રાહુલ ગાંધીની ગુડબુક્સમાંથી નીકળી જશે અને પીઢ આગેવાનો ફરી સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ બંને નેતાને પણ ખબર છે કે, આ પેટાચૂંટણી પર તેમની કારકીર્દી ટકેલી છે. આગામી દિવસોમાં લોકસભા આવી રહી છે. જો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો તો રાહુલ ગાંધી દિલ્હીથી પાંખો કાપી લેશે. જેને પગલે ધાનાણી અને ચાવડા આ ચૂંટણી જીતવા સક્રિય બન્યા છે. ગુજરાતમાં પ્રદર્શન અે રાહુલ ગાંધી માટે અતિ અગત્યનું હોવાથી કોંગ્રેસ સક્રિય બની છે. જસદણ એ કોંગ્રેસનો ગઢ છે. જેમાં બાવળિયા જીતતા આવ્યા છે. જેને પગલે કોંગ્રેસ પાસે જીતવાનો ચાન્સ છે. કોંગ્રેસ જીતી તો ભાજપની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter