GSTV
Home » News » ભાજપ કુંવરજીને જસદણના ઉમેદવાર ગણતી નથી કે શું ?, જોઈ લો આ તસવીર

ભાજપ કુંવરજીને જસદણના ઉમેદવાર ગણતી નથી કે શું ?, જોઈ લો આ તસવીર

પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના કારણે જસદણમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. વહેલી સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે સવારના 11 વાગ્યા છે. મતદાનના શરૂઆતના ત્રણ કલાકમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો લાગી છે. આજે જસદણ પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન BJP જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાં પોલારપર ગામના EVMનો એક ફોટો વાઈરલ થયો છે. આ ફોટોમાં મતદાર ભાજપના ઉમેદવાર બાવળિયાને મત આપતો જોવા મળે છે. જેને લઇ ફોટો પાડનારા વ્યક્તિ સામે ચૂંટણી પંચના નિયમ હેઠળ કાર્યવાહી થશે. આ ગ્રૂપ જસદણનું જ છે પણ ભાજપ હજુ કુવરજીને ભાજપના ઉમેદવાર હોવાનું સ્વીકારતી નથી એ આ તસવીર સ્પષ્ટ સાબિત કરે છે. જસદણના આ ભાજપના ગ્રૂપમાં કુંવરજીનો નંબર હજુ પણ કોંગ્રેસના કુંવરજી તરીકે જ સેવ થયેલો છે.

વાયરલ થયેલો ફોટોગ્રાફ ચૂંટણીપંચની નીષ્ક્રીયતા સાબિત કરે છે

મતદાન મથકમાં મોબાઇલ લઇ જવો એ પ્રતિબંધિત હોવા છતાં આ વાયરલ થયેલો ફોટોગ્રાફ દર્શાવે છે કે તંત્રની કામગીરીમાં ઢિલાશ છે. આ વાયરલ થયેલો ફોટોગ્રાફ ચૂંટણીપંચની નીષ્ક્રીયતા સાબિત કરે છે. તંત્રએ કડક બનવાની જરૂર છે. સવારના 11 વાગ્યા છે. મતદાનના શરૂઆતના ત્રણ કલાકમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો લાગી છે. 11 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 19 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 23 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 20 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 11 વાગ્યા સુધીમાં 22 ટકા મતદાન નોંધાયુ છે.

વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતાર લગાવી

મતદાનના બે કલાકમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં જસદણ સિટી પૂર્વમાં 12 ટકા, જસદણ તાલુકામાં 18 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 13 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 17 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જસદણમાં સરેરાશ 10 વાગ્યા સુધીમાં 15 ટકા મતદાન નોંધાયુ છે. છેલ્લા દિવસ સુધી મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદાવારોએ પ્રચારમાં એડિચોટીનુ જોર લગાવી દીધુ. કડકડતી ઠંડીમાં પણ જસદણ વાસીઓ ગરમ કપડા પહેરીને વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતાર લગાવી હતી.અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જસદણ વિધાનસભા ચૂંટણીને લઈને સામાન્ય મતદારોમાં વહેલી સવારથી ઉત્સાહ જોવા મળ્યો. જેમાં સદી વટાવી ચુકેલા વૃદ્ધા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. 105 વર્ષની વયના કડવી બહેનના પરિવારજનો તેમને મતદાન મથકે મતદાન માટે ગઈને ગયા હતા. અને 105 વર્ષની વયના વૃદ્ધાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related posts

ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીમાં ગુજરાતી ગેંગનો થયો પર્દાફાશ

Nilesh Jethva

ટ્રિપલ તલાક પર બોલ્યા શાહ, મુસ્લિમ મહિલાઓને મળ્યો તેમનો હક અનેરાજનીતિક ફાયદા માટે થયો વિરોધ

Path Shah

અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક, પીએમ મોદી રાત્રે 8 વાગ્યે એઈમ્સ જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!