GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રિલાયન્સની મોડલ ઈકોનોમી ટાઉનશિપમાં જાપાની કંપની ટીસુજુકી કરશે રોકાણ

જાપાની કંપની ટીસુજુકી હરિયાણામાં ઝઝર સ્થિત રિલાયન્સની મોડલ ઈકોનોમી ટાઉનશિપમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. રિલાયન્સની ઈકોનોમી ટાઉનશિપમાં જાપાની કંપનીઓનું આ ત્રીજુ મોટું રોકાણ છે. જાપાની કંપની પેનાસોનીક અને ડેંસો પહેલા અહીંયા રોકાણ કરી ચુક્યાં છે.

હરિયાણા ઓટોમોબાઈલ સેક્ટરનો ગઢ

રિલાયન્સ મોડલ ઈકોનોમીક ટાઉનશિપ એટલે કે રિલાયન્સ મેટમાં ટીસુજુકી 6 એકરમાં પોતાનો પ્લાન્ટ લગાવશે. કંપની ઓટોમોબાઈલ સેક્ટરમાં સ્ટેયરીંગ નિકલ્સ બનાવશે. હરિયાણામાં દેશમાં ઓટોમોબાઈલ સેક્ટરનો ગઢ માનવામાં આવે છે. ટીસુજુકીનું રોકાણ બાદ આશા જાગી છે કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને વધારે બળ મળશે. રિલાયન્સ મેટ જાપાન સરકારની તરફથી ચિંહિત આ 12 સાઈટ્સમાંથી એક છે. જ્યાં સરકાર પોતાનું ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું વિકાસ કરવા માગે છે. આ ત્રણ જાપાની કંપનીઓના રોકાણબાદ પણ જાપાની કંપનીઓની આશા બંધ નથી.

રોકાણથી સ્થાનિકોને મળશે રોજગારી

રિલાયન્સ મોડલ ઈકોનોમીક ટાઉનશિપ લિમેટેડના મુખ્ય કાર્યકારી અધિકારી વલ્લભ ગોયલે ટીસુજુકીના રોકાણને હરિયાણાના વિકાસ માટે વરદાન સમાન ગણાવ્યું. તેણે કહ્યું કે આ રોકાણથી ભારત અને જાપાનના વ્યાપારિક સંબંધો વધારે મજબુત બનશે. તેનાથી આ વિસ્તારનો માત્ર આર્થીક વિકાસ જ નહી પરંતુ સ્થાનિકોને રોજગારી પણ મળશે. જાપાની કંપની ટીસુજુકીના પ્રબંધ નિદેશક ઈચી ઓચાએ જણાવ્યું કે, કંપની 2021માં આશરે 100 કર્મચારીઓ સાથે પ્રોડક્શન શરૂ કરશે. અહીંયાથી ઘરેલુ બજારો સાથે સાથે નિકાસ પણ કરવામાં આવશે. તેમણે તમામ કામોને સમય ઉપર પુરી થવા ઉપર હરિયાણા સરકાર અને રિલાયન્સ મેટનો આભાર માન્યો છે.

કાર્યરત કંપનીઓ 5 હજારથી વધારે લોકોને આપી રહી છે રોજગારી

રિલાયન્સ મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની દશ કપંનીઓ પહેલાથી કામ કરી રહી છે. 170થી વધારે કંપનીઓ સાથે કરારોમાં સહીઓ કરવામાં આવી છે. તે જલ્દી જ અહીંયા પોતાનો પ્લાન્ટ લગાવશે. મોડલ ઈકોનોમીક ટાઉનશિપમાં કાર્યરત કંપનીઓ 5000થી વધારે લોકોને રોજગારી આપી રહી છે. નવી કંપનીઓના આવવાથી દરવર્ષે 5000 યુવાઓ માટે રોજગારનો અવસર ઉભો થવાની આશા છે.

Related posts

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ankita Trada

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!