આપણે ત્યાં મુછ અને દાઢીવાળા ટ્રક ડ્રાઈવર હોય પણ અહીંયાનાં ટ્રક ડ્રાઈવર તો…..

ટ્રકના ડ્રાઇવરનું નામ સાંભળીને એવું થાય કે હશે કોઈ મુછવાળો અને હટ્ટોગટ્ટો માણસ. પણ જાપાનમાં એક એવી મહિલા ટ્રક ડ્રાઈવર છે જેની સુંદરતાથી તમામને દીવાના બનાવી રહી છે. એક જાપાનની રહેવાસી રીનો સાસાકી એક ટ્રક ચલાવે છે.

રીનો સાસાકીના પિતા ટ્રક ડ્રાઇવર છે. આ માટે તેને અનેક વાર તેમના પિતા સાથે એક ટ્રક પર સવારી કરી છે. તેમ છતાં તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતે ટ્રક ડ્રાઈવર બનશે. રીનો એક ડાન્સ શિક્ષક હતી. પરંતુ તેમના પિતા સતત સાત વર્ષ સુધી બીમાર રહેવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

આ સમય દરમિયાન, જ્યારે પિતાને આરામ કરવાને બદલે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે રીનોએ પિતાનું કામ કરવાનું નક્કી કર્યું. તેમ છતાં તેમણે આ કામ કરવા ડાન્સ શિખવવાનું કામ કરવા માંગતી હતી. પરંતુ એક જ સમયે બે વસ્તુઓ કરવાનું શક્ય ન હતું. તેથી તેને તેમનો સંપૂર્ણ સમય ટ્રક ડ્રાઇવિંગમાં આપ્યો. તેમની વોલ્વો પર લગભગ 200 હજાર કિલોમીટર પૂરા કરી ચુકી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter