1 વર્ષ સુધી માદા કોકરોચને ડેટ કરતો રહ્યો : સેક્સ કરવાની હતી ઈચ્છા, મરી ગઈ તો ખાઈ ગયો

ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જાનવરોને માણસ ખૂબ જ પ્રેમ કરતો હોય છે. કોઈ વાર એવા કિસ્સાઓ પણ જોવા મળે છે કે માણસ જાનવર સાથે લગ્ન કરી લે. પણ આજે જાપાનનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળી તમારા હોશ ઉડી જશે. અત્યાર સુધી મચ્છર, માખી, કોકરોચથી કોઈ વ્યક્તિને પ્રેમ થયો હોય તેવું સાંભળ્યું છે. તો વાંચી લો…

જાપાનનો રહેવાસી આ યુવક જેનું નામ યુમા શિનોહારા છે. યુમા ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ખબરો વાઈરલ થઈ અને ખબર પડી કે તે એક કોકરોચને ડેટ કરી રહ્યો છે. ઉપરથી તેને ખ્યાલ છે કે આ એક માદા કોકરોચ છે. યુમાએ આ માદા કોકરોચનું નામ લિસા રાખ્યું હતું. એ પોતે પણ આ કોકરોચને બીજી મહિલાઓ કરતા હોટ માનતો હતો.

યુમાએ લિસા સાથે એક વર્ષ સુધી ડેટ કર્યું. જેની મૃત્યું પછી તે ઈમોશનલ થઈ ગયો. તેનું ઈમોશનલ એટલું આઘાતજનક હતું કે તે બાદમાં ટ્રોમામાં પણ ચાલ્યો ગયો. પણ થયું એવું કે બાદમાં પોતાના પ્રોફેશનના કારણે યુમાને આ કોકરોચને ખાવું પડ્યું.

જણાવી દઈએ કે યુમા પ્રોફેશનલી એક એન્ટોમોફેગિસ્ટ છે. જેના કારણે તેને માંસની જગ્યાએ કીડા ખાઈને તપાસવાનું હોય છે કે ક્યા કીડાને ખાઈને લાંબા સમય સુધી જીવી શકાય છે. જો માંસ ન મળે તો કયો કિડો તમારા જીવનને બચાવી શકો તેવી વૈકલ્પિક પસંદગીની તેની નોકરી હતી.

યુમાને જાપાનમાં બગ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવા માટે પણ ઓળખવામાં આવે છે. યુમાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે લિસા સાથે તે સેક્સ કરવા માટે પણ ખૂબ જ જનૂની હોય છે. યુમા કોકરોચ લિસાને પોતાનો પ્રેમ માનતો હતો. યુમા હંમેશા ઈચ્છતો હતો કે કદાચ તે કોકરોચ હોત અથવા તો યુમા તેની સાઈઝની હોત તો સારું હોત. પણ હવે તો યુમાની કોકરોચ પ્રેમિકા લિસાનું જ અસ્તિત્વ નથી રહ્યું. કારણ કે તે તેને ખાઈ ચૂક્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter