GSTV

Twitter પર ફૉલો કરનારને આ બિઝનેસમેન બનાવી દેશે માલામાલ, આપશે કરોડો રૂપિયા

જાપાનના અબજપતિ યુસાકુ મીજાવા ટ્વિટર પર તેને ફૉલો કરનારાઓમાંથી કેટલાંક લોકોને કરોડો રૂપિયા આપવા જઇ રહ્યાં છે. તેમણે કહ્યું છે કે તેમને જે ફોલોઅર્સે તેમના દ્વારા 1 જાન્યુઆરીએ કરવામાં આવેલા એક ટ્વીટને રિટ્વીટ કર્યુ હતું તેમાંથી 1000 લોકોને તેઓ 10 લાખ યેન એટલે કે આસરે સાડા છ લાખ રૂપિયા આપશે. તેમણે કહ્યું કે આ એક ‘સિરિયસ સોશિયલ એક્સપેરિમેંટ’ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે શું રૂપિયા લોકોની ખુશી વધારી શકે છે?

તેઓ તેને બેસિક ઇનકમ આઇડિયા સાથે જોડીને જોઇ રહ્યાં છે. જો કે જાપાની વરિષ્ઠ અર્થશાસ્ત્રી તોષીહીરો નાગાહામાના વિચાર તેમનાથી અલગ છે. તેમણે કહ્યુ કે, બેસિક ઇનકમનો અર્થ રેગ્યુલર મળતી લઘુત્તમ રકમ છે જે સુરક્ષાની ભાવના છે પરંતુ જે મીજાવા આપી રહ્યાં છે તે બુલકુલ અલગ છે. મીજાવાએ કહ્યું કે તે રૂપિયા મેળવનારા લોકોનો સર્વે કરીને પોતાના એક્સપેરિમેન્ટના રિઝલ્ટને ટ્રેક કરશે.

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે મીજાવા આવું કરી રહ્યાં છે. અગાઉ તેમણે ગત વર્ષે 2019માં પોતાના 100 ફોલોઅર્સને 10 કરોડ યેન આપવાની ઘોષણા કરી હતી. તેમની આ ઑફર ત્યારે આવી જ્યારે તાજેતરમાં જ તેમણે પોતાના ઑનલાઇન ફેશન બિઝનેસ Zozo Inc, સૉફ્ટ બેન્કને 90 કરોડ ડોલરમાં વેચી દીધો હતો.

અંતરિક્ષમાં જનાર પ્રથમ ખાનગી યાત્રી હશે મીજાવા

યુસાકુ મીજાવા દુનિયાના પ્રથમ એવા વ્યક્તિ હશે જે ખાનગી રીતે એલન મસ્કના સ્પેસ-એક્સ વિમાનમાં બેસીને ચંદ્રના ચક્કર કાપશે. તેમને સ્પોર્ટસ કાર અને પેંટિંગ્સ અથવા તો કલાકૃતિઓનો ખૂબ જ શોખ છે. મીજાવાના હાલ ટ્વિટર પર 65 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની સંપત્તિ આશરે બે અબજ ડોલર છે.

તેમણે કહ્યું કે મારી પાસે રૂપિયા વહેંચવા માટે ખાલી સમય છે. હું માનુ છું કે બેસિક ઇનકમનો કોન્સેપ્ટ નાગરિકોનો કોઇ કામના અવેજ વિના નિશ્વિત રકમ આપવાનો હોવો જોઇ. તેથી પોતાના આ પ્રયોગમાં હું બેસિક ઇનકમ આઇડિયાનો જોડીને જોઉ છું.

Read Also

Related posts

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!