GSTV
Gujarat Government Advertisement

અરબોપતિએ કર્યો હતો 4 હજાર મહિલાઓ સાથે સંબંધ બનાવ્યાનો ઓટોબાયોગ્રાફીમાં કર્યો દાવો, છેલ્લી પત્નીએ આપી દીધું ઝેર

Last Updated on April 30, 2021 by Harshad Patel

જાપાનના અરબપતિ બિઝનેશ મેનની યુવા પત્નીની ધરપકડ કરવામાં આવી છે. 25 વર્ષની સુડો પર આરોપ છે કે તેણે પોતાના 77 વર્ષીય પતિ ડોન જુઆનની હત્યા કરી છે. રિપોર્ટ મુજબ મહિલાએ ડોન જુઆનને લગ્ન કર્યાના ત્રણ મહિનાની અંદર જ તેને ઝેર આપીને માંરી નાંખ્યો હતો.

નોઝાકીને રિયલએસ્ટેટ અને શરાબનો મોટો કારોબાર

ડોન જુઆન ઉર્ફે કોસુકે નોઝાકી જાપાનના અગ્રણી બિઝનેશમેનમાં એક માનવામાં આવે છે. નોઝાકીને રિયલએસ્ટેટ અને શરાબનો મોટો કારોબાર – ધંધો હતો. ત્રણ વર્ષ પહેલાં મે મહિનામાં તેમનું મોત થઈ ગયું હતું અને તેના શરીરમાંથી ખતરનાક ડ્રગ્સ સામે આવ્યું હતું. મરતા પહેલા તે પોતાની પત્નીની સાથે જ હતો.

મહિલાઓને લાખો કરોડો રૂપિયા પણ આપ્યા

નોઝાકી સૌથી પહેલા ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે વર્ષ 2016માં પોતાની ઓટોબાયોગ્રાફી છાપી હતી. આ ઓટોબાયોગ્રાફીમાં તેણે દાવો કર્યો હતો કે તે 4 હજાર મહિલાઓ સાથે સંબંધ બનાવી ચૂક્યો છે. અને તેણે એ મહિલાઓને લાખો કરોડો રૂપિયા પણ આપ્યા છે. ડોન જુઆન પોતાને સ્પૈનિક પ્લેબોયના રૂપમાં જોતો હતો.

સુડોએ ઈન્ટરનેટ પર ઝેરીલા ડ્રગ બાબતમાં રિસર્ચ કર્યું હતું

નોજાકી વાકાયામામાં રહેલા પોતાના ઘરમાં મૃત જોવા મળ્યો હતો. પોલિસે કેસની તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યો હતો. અને આ સ્યુસાઈડ કેસ નથી. પોલિસે કહ્યું કે મરતા પહેલા નોજાકી પોતાની પત્ની સાથે ડિનર કરી રહ્યો હતો. પોલિસ અનુસાર સુડોએ ઈન્ટરનેટ પર ઝેરીલા ડ્રગ બાબતમાં રિસર્ચ કર્યું હતું. અને તે તેના પતિને આપી દીધું.

1.3 બિલિયન યુઆનની પ્રોપર્ટી શહેરના વિકાસ માટે દાન કરવા ઈચ્છતો હતો

આ ઘટનામાં પોલિસનું કહેવું છે કે આ વાત અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ શકી કે આ મહિલાએ પોતાના પતિને શા માટે માર્યો. પરંતુ એટલું કન્ફર્મ થયું હતું કે નોજાકીએ પોતાની વસિયતમાં કહ્યું હતું કે તે પોતાની 1.3 બિલિયન યુઆનની પ્રોપર્ટી શહેરના વિકાસ માટે દાન કરવા ઈચ્છતો હતો.

તે આકર્ષક મહિલાઓને ડેટ કરવા ઈચ્છતો હતો

નોજાકીએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું હતું કે તેની પાસે પૈસા કમાવવાનું એક મુખ્ય કારણ પણ એ હતું કે તે આકર્ષક મહિલાઓને ડેટ કરવા ઈચ્છતો હતો. આ તેના પૈસા કમાવાનું મોટું મોટીવેશન હતું. રિપોર્ટ્સ મુજબ નોજાકીએ સપોરોની રહેનારી સુડોથી પૂછ્યું હતું કે શું તે તેની જીંદગીની છેલ્લી મહિલા બનવાનું પસંદ કરશે?

સુડોએ ઘરવાળાઓથી નોજાકી સાથેનો સંબંધ છુપાવીને રાખ્યો

સ્થાનિય મિડિયા અનુસરા સુડોએ આ સંબંધ માટે હામી ભરી લીધી હતી પરંતુ તેણે આ વાત પોતાના ઘરે નહોતી જણાવી. તેણે પોતાના ઘરવાળાઓથી નોજાકી સાથેનો સંબંધ છુપાવીને રાખ્યો હતો. અને તે પોતાના ઘરવાળાઓને કહેતી હતી કે તે સ્ટ્રોક ટ્રેડિંગના માધ્યમથી સારા પૈસા કમાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!