6.5 કરોડ રૂપિયાની કમાણી કરવી છે આ વ્યક્તિને કરો FOLLW, રાતોરાત કરોડપતિ બની જશો

જાપાનના બિઝનેસમેન યુસાકુ મેઝાવા (Yusaku Maezawa)એ એક ટ્વીટ કરી. તેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. તેમની ટ્વીટે સૌથી વધુ રિટ્વીટનો રેકોર્ડ કરી દીધો છે. તેમની ટ્વીટને 5.8 મિલિયન રિટ્વીટ મળી ચૂકી છે. લોકોએ આ ટ્વિટને એટલા માટે રિટ્વીટ કરી કારણ કે રિટ્વીટ કરવા માટે પૈસા મળી રહ્યા છે. તેમને 100 લોકોને 6.5 કરોડ રૂપિયા ચૂકવવાની ઓફર કરી છે.

યુસાકુ મેઝાવા સૌથી મોટી ઓનલાઇન ફેશન રિટેલર જોજોટાઉનના સંસ્થાપક છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે જોજોટાઉનનો નવા વર્ષનો સેલ ઇતિહાસમાં સૌથી સારો રહ્યો અને અત્યાર સુધીમાં અમે 10 બિલિયન યેન એટલે કે લગભગ 6.5 અબજ રૂપિયાનો માલ વેચ્યો છે. તેના માટે આભાર વ્યકતા કરતાં હું તેમાંથી 100 લોકોને 100 મિલિયન યેન લગભગ 6.5 કરોડ રૂપિયા રોકડા આપીશ. એપ્લાય કરવા માટે મારા હેન્ડલને ફોલો કરો અને આ ટ્વીટને રિટ્વીટ કરો.

ટ્વીટે કાર્ટર વિલકિંસનના ટ્વીટનો રેકોર્ડ તોડ્યો

તેમની ટ્વીટે કાર્ટર વિલકિંસનના ટ્વીટનો રેકોર્ડ તોડ્યો છે. આની પહેલાં આ રેકોર્ડ કાર્ટર વિલકિંસનની પાસે હતો. કૉલેજ સ્ટુડન્ટ કાર્ટરની ટ્વીટને 35.8 લાખ રિટ્વીટ્સ મળ્યા હતા. 2017માં તેમણે એક વર્ષ સુધી ફાસ્ટ ફુડ ચેનમાંથી ફ્રી ચિકન નગેટ્સ મેળવવા માટે લોકોએ પોતાની ટ્વીટને રિટ્વીટ કરવાની અપીલ કરી હતી. જોજોટાઉનના સંસ્થાપક યુસાકુ મેઝાવાએ કરોડપતિ બનવા માટે ટ્વીટ કરી. જેનો રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો છે. યુસાકુ મેજાવા સૌથી સફળ બિઝનેસમેન છે. બિઝનેસની સાથો સાથ તેઓ કલેકશન માટે પણ પ્રખ્યાત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter