GSTV
Gujarat Government Advertisement

ચાંદ કે પાર ચલો: જો તમારે પણ ચાંદ પર જવાની ઈચ્છા હોય તો આ વ્યક્તિ લઈ જશે તદ્દન ફ્રીમાં, આટલા લોકોને લઈ જશે સાથે

Last Updated on March 3, 2021 by Pravin Makwana

કેટલાય એવા લોકો હોય છે, જેને ચાંદ પર જવાની ઈચ્છા હોય છે. ત્યારે હવે જાપાનના અબજોપતિ યુસાકુ મેઝવાએ ટૂંક સમયમાં ચાંદ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ પોતાની સાથે અન્ય આઠ લોકોને પણ ચાંદ પર લઈ જવા માગે છે.

હકીકતમાં જોઈએ તો, યુસાકુ મેઝવા પોતાની સાથે અન્ય આઠ લોકોને ચાંદ પર સાથે આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કના સ્પેસએક્સ વિમાન દ્વારા યુસાકુ ચાંદ પર મુસાફરી કરવા નિકળશે. આ વાતનો ખુલાસો ખુદ યુસાકુએ એક વીડિયો શેર કરીને કહી છે.

પોતાના આ વીડિયોમાં યુસાકુએ આઠ લોકોને લઈ જવાની વાત કહી છે, જેના માટે તેમણે એક ફોર્મ પણ જાહેર કર્યુ છે. પોતાના આ વીડિયોમાં યુસાકુ જણાવે છે કે, આ યાત્રા માટે તેણે તમામ ટિકિટ ખરીદી લીધી છે. જે એક રીતે આ પર્સનલ યાત્રા હશે.

કોણ ઉઠાવશે ખર્ચો

પોતાના આ વીડિયોના માધ્યમથી યુસાકુએ જણાવ્યુ છે કે, ચાંદની નજીક મુસાફરી કરવાનો ખર્ચો પોતે ઉઠાવશે. ત્યારે આવા સમયે જે લોકો આ મુસાફરી કરવા માગતા હોય, એ પણ એકદમ ફ્રીમાં તે આનંદ ઉઠાવી શકશે. આ મુસાફરી 2023 સુધીમાં શક્ય બની જશે. આ મિશનને ડિયર મૂન એવું નામ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!