GSTV
Gujarat Government Advertisement

આને કહેવાય બદલો: ચીનથી ભારત આવવા માંગતી જાપાની કંપનીઓને જાપાને આપી આ ઑફર

ચીન

Last Updated on September 5, 2020 by Bansari

ચીનમાંથી નીકળીને ભારતમાં ફેક્ટરી સ્થાપવી હોય તો કંપનીઓએ પુષ્કળ ખર્ચ કરવા પડે. દરેક કંપનીઓ એ ખર્ચ કદાચ ઉઠાવી ન શકે. એટલા માટે જાપાની સરકારે પોતાની કંપનીઓને સ્થળાંતરિત થવું હોય તો મદદની ઓફર કરી છે. અનેક મોટી જાપાની કંપનીઓ ચીનમાં ફેક્ટરી ધરાવે છે. એ કંપનીઓને ભારત આવવું હોય તો જાપાન સરકાર આર્થિક મદદ કરશે.

જગજાહેર છે જાપાન અને ચીનની દુશ્મની

જાપાન સરકારે આ પરિવન-રિલોકેશન માટે 23.5 અબજ યેન (22.1 કરોડ ડૉલર)નું બજેટ ફાળવ્યું છે. જાપાન જગતનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર છે અને તેના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો મોટો ફાળો છે. ટાપુ દેશ હોવાથી જાપાનની ઘણી કંપનીઓએ ઉત્પાદન યુનિટ પરદેશમાં રાખ્યા છે. જાપાનને ચીન સાથે સદી જૂની દુશ્મની છે.

છેલ્લા કેટલાક વર્ષોથી જાપાન પણ અન્ય દેશોની માફક સસ્તાં ચાઇનિઝ ઉત્પાદનો અને સમુદ્રી વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી જેવા પ્રશ્નોથી પીડાઈ રહ્યું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કોઈ કંપની શિફ્ટ થવા માંગતી હશે તો તેનેય જાપાન સરકારની સબસિડીનો લાભ મળશે. 3જી સપ્ટેમ્બરથી જાપાન સરકારે આ માટે કંપનીઓ પાસેથી અરજીઓ લેવાની શરૂઆત કરી છે.

અત્યારે ચીનમાં કોરોનાના ત્રાસને કારણે અનેક જાપાની કંપનીઓની સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. જાપાની કંપનીઓ ઉત્પાદન કરી શકતી નથી. આ પહેલા પણ ચીન બહાર નીકળવા માંગતી હોય એવી કંપનીઓની અરજી જાપાન સરકારને પ્રથમ રાઉન્ડમાં મળી છે અને તેમના માટે 10 અબજ યેન ફાળવી દેવાયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel

મહામારી/ કોરોના સાથે લાંબી લડાઈ પછી આ દેશોના લોકોને માસ્કથી પણ મળી આઝાદી, જુઓ પુરી લિસ્ટ

Damini Patel

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!