GSTV

OMG: દુનિયામાં અહીં આવેલું છે ઢીંગલા-ઢીંગલીઓનું ગામ, જ્યાં જુઓ ત્યાં પૂતળા જ દેખાશે, આવો નજારો ક્યાંય નહીં જોયો હોય !

Last Updated on November 24, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા કેટલી અજીબોગરીબ વસ્તુઓ જોવા મળે છે. જો કે, હવે જે સામે આવ્યુ છે, તેના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરી શકે. હકીકતમાં આજે અમે આપને એક એવા ગામ વિશે બતાવા જઈ રહ્યા છીએ, જ્યાં માણસો ઓછા ને પુતળા વધારે જોવા મળે છે. આપને જણાવી દઈએ કે, આ ગામમાં આ પુતળા અહીં રહેતા લોકોનો એકાંત અને ખાલીપાને દૂર કરવા માટે લગાવામાં આવ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ જાપાનના એક ગામની. હકીકતમાં જોઈએ તો, નગોરો નામના આ ગામમાં ખૂબ ઓછી વસ્તી છે. અહીં ઓછા લોકો રહે છે. ગામમાં એક સમયે 300 લોકો રહેતા હતા. પણ ધીમે ધીમે લોકોની વસ્તી ઓછી થઈ ગઈ અને હવે તો ગામમાં લોકોની જગ્યાએ પૂતળા વધી ગયા છે.

આ ગામની દરેક ગલી-ચોકમાં પુતળા દેખાશે અને આ પુતળાને આવા રાખવાનું કારણ ફક્ત એ છે કે, અહીં રહેતા લોકોનું એકલાપણુ દૂર થાય, ખાલીપો દૂર થય. જાણકારી માટે બતાવી દઈએ કે, આ ઢીંગલા ઢીંગલીઓન સુકિમા આયો નામની મહિલાએ બનાવ્યા છે. તે આ ગામની જ રહેવાસી છે.

પહેલા તે ઢીંગલા બનાવતી હતી પણ ફક્ત મોજ મસ્તી માટે, પણ બાદમાં તેણે તેને પોતાનો શોખ બનાવી દીધો અને લોકોના ખાલીપો દૂર કરવાના મિશનમાં લાગી ગઈ. આ ગામમાં માણસો કરતા હવે પૂતળા વધારે દેખાય છે.

જો તેમની સ્થાનિક ભાષાનો ઉલ્લેખ કરીએ તો, તેને બિઝૂકા કહેવાય છે. તે ઘરમાં, આંગણામાં, રસ્તા પર અને ખેતરોમાં લગાવાય છે. કેટલાય લોકો તેની સાથે બેસીને પોતાની વાતો પણ શેર કરે છે.

આપને જણાવી દઈએ કે, આ ગામમાં પહેલા એક સ્કૂલ હતી, જેને હવે બંધ કરી દેવામાં આવી છે. હવે આ સ્કૂલમાં પણ પૂતળા બેઠેલા દેખાય છે. સ્કૂલમાં બાળકો જેવા પૂતળા અને ટીચરના પૂતળા રાખવામાં આવ્યા છે.

ગામના લોકોએ આ ઢીંગલાઓ ખૂબ સારી રીતે સજાવ્યા છે. તેને બનાવા માટે લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. ઢીંગલા બનાવા માટે લાકડા, પેપર, કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે, આ ઢીંગલાને માણસોના કપડાં પહેરાવ્યા છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!