GSTV
Gujarat Government Advertisement

ઋતું પરિવર્તન/ 1200 વર્ષમાં પ્રથમવાર એવું બન્યું કે આફતના એંધાણ, સુંદર ફૂલોથી જાપાનીઓમાં ફફડાટ ફેલાયો

Last Updated on May 6, 2021 by Bansari

દર વર્ષ વસંતઋતુમાં જાપાન સુંદર ફૂલોથી ખીલી ઉઠે છે. જાણે કે જમીન રંગબેરંગી ચાદર ઓઢી હોય તેવો નજારો ઉભો થાય છે. સફેદ અને ગુલાબી ચેરી બ્લોસમના ફૂલો સૌથી વિશિષ્ટ વાતાવરણ ઉભું કરે છે. જાપાનમાં જેના માટે સુકૂરા શબ્દ પ્રયોજાય છે એનો નજારો જોવો એક લ્હાવો છે પરંતુ આ વર્ષે વસંતઋતુનું આગમન નકકી સમય કરતા ઘણું વહેલું થયું અને વહેલા પુરુ થઇ ગયું છે. ઋતુમાં થયેલા આ પરીવર્તનથી પર્યાવરણવાદીઓ ચિંતામાં પડયા છે.

ઓસાકા પ્રીફેકચર યુનિવર્સિટીના સંશોધક યાસુયુકી આઓનોએ જે ડેટા એકત્ર કર્યા છે તે મુજબ ૧૨૦૦ વર્ષ પછી આવું પ્રથમવાર બન્યું છે. જળવાયુ પરીવર્તનના કારણે આમ થયું હોવાથી કોઇ આફતના એંધાણ માનવામાં આવે છે. આ વર્ષે કયોટોમાં વસંતઋતુ ૨૬ માર્ચ અને પાટનગર ટોકયોમાં ૨૨ માર્ચના રોજ ચરણસિમા પર હતી. ટોકયોમાં સતત બીજી વાર સકૂરા બ્લમનું વહેલું આગમન થયું હતું.

સકૂરા બ્લમ પર વધતા જતા તાપમાનની ખૂબ અસર થાય છે. આ તાપમાનની વધઘટના કારણે જ ફૂલ ખિલવાના સમયગાળા પર અસર કરે છે. ઇસ ૧૮૨૦માં તાપમાન ખૂબ જ ઓછું હતું પરંતુ ત્યાર પછી ૩.૫ સેલ્સિયસ તાપમાનમાં વધારો થયો છે. શિયાળામાં તાપમાન ઘણું ઓછું રહે છે પરંતુ ત્યાર પછી અચાનક જ તાપમાનમાં વધારો થયો છે વચ્ચેનો ઋતુ પરીવર્તનનો ગાળો ઓછો જોવા મળ્યો છે.

તાપમાન તરત જ વધે એટલે ફૂલો ફાટવા લાગે છે. આથી ચેરી બ્લોસમનો સમયગાળો સામાન્ય બદલાતો રહે છે પરંતુ આ વર્ષે અ સાધારણ ફેરફાર જોવા મળ્યો છે. કયોટોમાં એપ્રિલના મધ્યમાં રહેવો જોઇએ તે હવે પુરો પણ થઇ ગયો છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જાપાનમાં જ નહી વિશ્વના અનેક સ્થળોએ આવી ઘટનાઓ બની રહી છે.

નેચરલ સિસ્ટમ પર જળવાયુ પરીવર્તનની જ અસર વધતી જાય છે તેની વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર પણ વિપરીત અસર થઇ રહી છે.આની અસર માત્ર અર્થ વ્યવસ્થા જ નહી પૃથ્વી પર રહેતી બીજી પ્રજાતિઓ પર પણ થઇ રહી છે. કુદરતી જીવન ચક્ર ખોરવાઇ રહયું છે ફલાવરિંગ સ્ટેજની સાથે જીવ જંતુ અને કીડા મકોડાનું અસ્તિત્વ પણ જોડાયેલું છે.આથી જો ફલાવરિંગ સ્ટેજમાં થતો અસામાન્ય ફેરફાર સુક્ષ્મ અને નાના જીવોનું અસ્તિત્વ પણ રહેવા દેશે નહી .

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Harshad Patel

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!