GSTV
News World ટોપ સ્ટોરી

BIG NEWS : મોદીના ખાસ મિત્ર અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ આપ્યું રાજીનામું, આ છે ખુરશી છોડવાનું મોટુ કારણ

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર છે અને થોડા સમય પહેલા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આબેનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવાનો હતો. સોમવારે શિંજો એબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેવાનો રકૉર્ડ તોડી ચૂક્યા હતા. કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા. શિંજો આબેના સમયમાં જ ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. આબે એ મોદીના ખાસ મિત્ર છે.

નાદુરસ્ત તબિયતને લઈને આપ્યું રાજીનામું

જાપાનમાં શરૂઆતના સમયમાં કોરોના વાયરસનું સંકટ યથાવત રહ્યું હતું, પરંતુ હાલના સમયમાં હાલાત કંઈક હદ સુધી ઠીક છે. જાપાની મિડીયાના અનુસાર શિંજો આબેની તબિયત સતત લથડી રહી છે. આ કારણે તેઓ કાર્ય પર ધ્યાન આપી નથી રહ્યા, તેઓ શુક્રવારે રાજીનામુ આપી શકે તેવી અટકળો સેવાઈ રહી છે. એ સાચી પડી છે. જાપાનના એનએચકે ટેલિવિઝન અને અન્ય મીડિયા અનુસાર, જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેએ પોતાની બગડતી તબિયતનો હવાલો આપતા પદ છોડવાનો ઇરાદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2007માં શિન્ઝો આબેએ પોતાના સ્વાસ્થ્યના કારણે અચાનક પહેલા કાર્યકાળમાં રાજીનામુ આપી દીધું છે.

કરાયા હોસ્પિટલમાં દાખલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શિંજો આબેની તબિયતને કારણે ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. કારણે તેઓ કાર્ય છોડીને બે વખત હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારે તેમના રાજીનામાની વાત સતત સામે આવી રહી છે.જે આજે સાચી પડી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે કરી સ્પષ્ટતા

આ પહેલા જયારે 18 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે લગભગ 7 કલાક સુધી તેમની તબીબી તપાસ ચાલી હતી. આ દરમિયાન મીડિયામાં અનેક પ્રકારની અટકળો લાગવા લાગી હતી ત્યારે હવે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા અટકળોને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

2007માં પણ લીધો હતો બ્રેક

આ પહેલા પણ બિમારીઓના કારણે વર્ષ 2007માં શિંજો આબેએ થોડાક સમય માટે બ્રેક લીધો હતો. ત્યારે તેમના પ્રધાનમંત્રી કાર્યકાળના શરૂઆતના દિવસો હતા. ઉલ્લેખનીય છે કે શિંજો આબે વર્ષ 2012થી સતત જાપાનના પ્રધાનમંત્રી પદ પર યથાવત રહ્યા છે. આ પહેલા તેઓ 2006ના વર્ષમાં થોડાક સમય માટે દેશના પીએમ બન્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો

Binas Saiyed

રાહત/ ફુગાવો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ, જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 6.71% થયો

Binas Saiyed

જળબંબાકાર/ મુંબઈમાં અતિવૃષ્ટિથી ભારે ખાનાખરાબી, રાજ્યમાં આવતા ચાર દિવસ ભારે વરસાદ વરસે તેવો વરતારો

Damini Patel
GSTV