જાપાનના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે આવ્યાં છે ત્યારે પ્રથમ દિવસે ઍરપોર્ટથી રોડ શો કરીને ગાંધી આશ્રમની મુલાકાત લઈ સીધા વસ્ત્રાપુર ખાતેની હયાત હોટલમાં ગયાં હતાં.
ત્યાર બાદ સાંજે સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી અને ત્યાંથી ડિનર માટે સીધી હોટલ અગાશયે ગયાં હતાં. અહીં વડાપ્રધાન મોદી સાથે આબે દંપતિએ ભોજન લીધું હતું. અહીં તેમની માટે ભોજનમાં ખાસ વાનગીઓ તૈયાર કરાઈ હતી. શિન્ઝો અબે અને તેમની પત્ની માટે ખાસ ભાવતા ભોજન તૈયાર કરાયા હતા. જેમાં શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર કરાયુ હતું.
સલાડની વિવિધ વાનગીઓ
ગુજરાતી થાળીમાં પાલખ જામ્બુ, રસાવાળા બટેકા
ભરેલા પરવર
ખાસ સ્વાદિષ્ટ ઉંધીયુ
ભીંડી કઢી
ગુજરાતી દાળ
ખિચડી
પૂરી
ફુલકા રોટી
બાજરી થેપલા
અમુક જાપાનીઝ વાનગી
જેમાં કાત્સૂ કરી
જિંઝર સોયા ડોફૂ
એગ પ્લાન્ટ અકસીમો
મીસો યાકી ઉડોન
ડેઝર્ટમાં કેસર જલેબી
આઇસક્રિમની પણ વિવિધ ફલેવર