GSTV
Ajab Gajab Trending

OMG! ભાગ્યશાળી બનવા માટે અહીં લોકો કરાવી રહ્યાં છે હથેળીઓની પ્લાસ્ટિક સર્જરી, ખર્ચ જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો

સર્જરી

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જન્મજાત હસ્તરેખાઓને બદલી શકાતી નથી પરંતુ જાપાનમાં હાથની રેખાઓ બદલીને ભાગ્યશાળી બનવાની ફેશન ચાલે છે. તેના માટે સર્જરી દ્વારા નવી રેખાઓ દોરવાનો ખર્ચ ૧ હજાર ડોલર કરતા પણ વધારે થાય છે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ લગ્ન,આર્થિક સ્થિતિ તથા યથકિર્તીની રેખાઓ હોય છે.

ખાસ કરીને લગ્ન ઇચ્છુક યુવાનો પોતાની લગ્નરેખાને સારુ પરીણામ મળે તે રીતે સેટ કરાવે છે. કોઇ ખૂબ બિમાર પડે કે જીવનમાં સારુ ના લાગે ત્યારે પણ પામ સર્જરીનો સહારો લે છે. યુવતીઓ પોતાનું સારુ અંગતજીવન તથા યુવકો પોતાની ધનપ્રાપ્તિની રેખાઓ બદલાવવામાં વધારે રસ ધરાવે છે. જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ આ ફેશન જોવા મળે છે.

સર્જરી

હથેળીના જોનારાઓ જયારે કોઇ શુભ સંકેત ના આપે ત્યારે યુવક યુવતીઓ રેખાઓ બદલાવવા તૈયાર થઇ જાય છે.કેટલાક તો માર્કરપેનથી પોતાને અનુકુળ હોય તેવી લાઇનો હથેળીમાં દોરીને આવે છે. નવાઇની વાત તો એ છે કે પામ સર્જરી પછી ઘણાને પોતાની મનોકામના પુરી થઇ હોવાનું પણ બને છે.જો કે હસ્તરેખામાં વિશ્વાસ નહી ધરાવતા લોકો કુદરતી રેખાઓને બદલવાથી ફાયદો થતો હોવાની વાતને માનતા નથી.

સર્જરી

સર્જરી માટે ઇલેક્ટ્રિકલ સ્કૈલપેલની મદદ લેવામાં આવે છે

હથેળીની રેખાઓ બદલવાની સર્જરી માટે ઇલેક્ટ્રિકલ સ્કૈલપેલની મદદ લેવામાં આવે છે.જેમાં ભાગ્ય રેખાઓ બદલાવ્યા પછી પણ કુદરતી લાગે તે માટે ચામડીને કાપીને થોડીક બાળવામાં પણ આવે છે. આ આખી પ્રક્રિયામાં અડધો કલાક જેટલો સમય લાગે છે. બ્યૂટી પાર્લરમાં હથેળીની રેખાઓની સર્જરી માટે લેઝરનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે લેઝરથી ખેંચેલી રેખાઓ લાંબા સમયે ચોખ્ખી દેખાતી નથી. જયારે પરંપરાગત રીતે હથેળીમાં સર્જરી કરવાથી રિઝલ્ટ સારું મળે છે.

Read Also

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV