જાપાનના ઓસાકામાં સિટી ગર્વમેન્ટની ફાઈનાન્સ ખાતાની ઓફિસમાં કામ દરમિયાન વારંવાર ધુમ્રપાન કરવા માટે બ્રેક લેનારા સરકારી અધિકારીને આકરી સજા ફટકારાઈ છે. આ કર્મચારીને ૪૫૦૦ વખત સિગરેટ પીવા માટે ઉઠવા બદલ નવ લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત હજુ છ મહિના સુધી તેનો પગાર કાપી લેવાનું નક્કી કરાયું છે.
કર્મચારીને ૧૪ વર્ષના સમયગાળા દરમિયાન ૪૫૦૦ વખત સિગરેટ પીવા માટે ઉઠવા બદલ દોષિત
ઓસામાં એક સરકારી કર્મચારીને ૧૪ વર્ષના સમયગાળા દરમિયાન ૪૫૦૦ વખત સિગરેટ પીવા માટે ઉઠવા બદલ દોષિત ઠેરવાયો હતો. વર્કિંગ અવર દરમિયાન ધુમ્રપાનમાં આટલો સમય બરબાદ કરવા બદલ તેને આટલાં વર્ષોના પગારમાં મળેલા નવ લાખ રુપિયા પરત કરી દેવાનો આદેશ અપાયો છે. એટલું જ નહીં પરંતુ આગામી છ મહિના સુધી તેના પગારમાંથી દસ ટકા જેટલી રકમ પણ કપાતી રહેશે.
અહેવાલ અનુસાર ૬૧ વર્ષીય કર્મચારીએ પોતાની ૧૪ વર્ષની નોકરી દરમિયાન ૪૫૧૨ વખત સિગરેટ પીધી હતી. ઓફિસના જ સમયમાં તેણે સિગરેટ પીવા માટે આટલી વખત બ્રેક લીધો હતો. તેણે સિગરેટ પીવા માટે દર વખતે ઓફિસની બહાર જવું પડતું હતું. સિગરેટ પીવાની લતને લીધે તેણે ઓફિસમાં ૩૫૫ કલાક ઓછું કામ કર્યું હતું. આથી તેને હવે નવ લાખ રુપિયાનો દંડ ફટકારાયો છે. તેના બે સાથી કર્મચારીઓને પણ દંડ કરાયો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં સરકારના માનવ સંસાધન વિભાગને આ કર્મચારી વિરુદ્ધ એક નનામી અરજી મળી હતી. તે પછી આ ત્રણ અધિકારીઓને નોટિસ અપાઈ હતી. જોકે, તે પછી પણ તેમણે સિગરેટ માટે બ્રેક લેવાનું ચાલુ રાખ્યું હતું.
ઓસાકામાં સિગરેટ પીવા અંગે બહુ કડક કાયદા છે. લોકલ પબ્લિક એક્ટની જોગવાઈનો ભંગ બદલ તેની સામે કાર્યવાહી કરાઈ છે. આ પહેલાં પણ ઓસામાં એક સ્કૂલ ટીચર પર પણ વર્કિંગ અવર્સમાં સિગરેટ પીવા માટે દંડ ફટકારાયો તો. આ ટીચરે ૩૪૦૦ વખત બ્રેક લેતાં તેનો પગાર પણ કાપી નાખવામાં આવ્યો હતો.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં