GSTV
Gujarat Government Advertisement

સાઈ પ્રણિતનો સેમિ ફાઈનલમાં પ્રવેશ સિંધુ ફરીવાર યામાગુચી સામે હારી

Last Updated on July 28, 2019 by Mayur

વર્લ્ડ રેન્કિંગમાં ૨૩મો ક્રમાંક ધરાવતા ભારતીય ખેલાડી સાઈ પ્રણિતે ઈન્ડોનેશિયાના ટોમી સુર્ગિતોને ૨૧-૧૨, ૨૧-૧૫થી હરાવીને જાપાન ઓપન ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જોકે ભારતની ટોચની મહિલા ખેલાડી પી.વી. સિંધુ ફરી વખત જાપાનની યામાગુચી સામે હારી જતાં બહાર ફેંકાઈ હતી. સિંધુને ક્વાર્ટર ફાઈનલમાં યામાગુચી સામે ૧૮-૨૧, ૧૫-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો. 

ભારતીય બેડમિંટન ખેલાડી સાઈ પ્રણિતે માત્ર ૩૬ જ મિનિટમાં ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી હતી. ૨૩મો ક્રમાંક ધરાવતો ભારતીય ખેલાડી પ્રણિત ચાલુ વર્ષે માત્ર બીજી વખત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટની સેમિ ફાઈનલમાં ભાગ લેશે. હવે તેનો સામનો ટોપ સીડ ધરાવતા જાપાનીઝ ખેલાડી મોમોટા સામે થશે. એક તરફ પ્રણિતે શાનદાર દેખાવ કરતાં તેના કરતાં હાયર રેન્ક ધરાવતા ખેલાડીને હરાવ્યો હતો. જ્યારે સિંધુ યામાગુચી સામે ફરી પરાસ્ત થઈ હતી. ગત સપ્તાહના અંતમાં રમાયેલી ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પણ સિંધુને યામાગુચી સામે હાર બાદ રનર્સઅપ ટાઈટલથી સંતોષ માનવો પડયો હતો. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!