વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની ભાષામાં એક અગ્રણી અખબારમાં સોમવારે એક લેખ લખ્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાન બંને દેશ મુક્ત. ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપશે. કે જ્યાં સુરક્ષિત સમુદ્ર હોય, વેપાર તથા રોકાણની અનુકૂળતા હોય. જ્યાં સંપ્રભુતા તથા ક્ષેત્રીય અખંડતાનું સન્માન હોય અને બધા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતા હોય.

પીએમ મોદીએ જાપાનના અખબાર યોમિયુરી શિમ્બુન અખબારમાં ભારત અને જાપાનની વચ્ચે જીવંત સંબંધો પર લેખ લખ્યો છે. જેનું શિર્ષક ભારત-જાપાન… શાંતિ. સ્થિરતા અને સમૃદ્ધિ હતું. જેમાં પીએમ મોદીએ લખ્યું કે સામરીક રીતે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં બે લોકતંત્ર હોવાના કારણે અમે સ્થિર અને સુરક્ષિત ક્ષેત્રના મહત્વના સ્તંભ હોઈ શકીએ છીએ. તેથી આપણી ભાગીદારી જુદા જુદા ક્ષેત્ર સુધી વધી રહી છે.

આપણા રક્ષા સંબંધો અભ્યાસ તથા સૂચનાનું આદાન પ્રદાનથી રક્ષા વિનિર્માણ સુધી ઝડપથી વધી રહ્યા છે. આપણે સાઈબર.. અવકાશ.. અને આંતર સમુદ્રી ક્ષેત્રોમાં ઘણું બધુ કરી રહ્યા છીએ. વડાપ્રધાનનું આ નિવેદન ઘણું જ મહત્વનું છે કારણ કે દક્ષિણ ચીન સાગરમાં ચીન દાદાગીરી કરી રહ્યું છે. ચીન દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો જતાવે છે. જેને લઈને તેને તાઈવાન, ફિલિપાઈન્સ, બ્રુનેઈ, મલેશિયા અને વિયતનામની સાથે વિવાદ ચાલી રહ્યો છે.