GSTV

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

જાપાનના એક નાગરિકે દાવો કર્યો છે કે, છેલ્લા 12 વર્ષથી હું રોજ માત્ર 30 મિનિટ જ ઉંઘું છું અને એ પછી મને કોઈ પણ જાતનો થાક અનુભવાતો નથી. જાપાનના અખબારના અહેવાલ પ્રમાણે ડાઈસુકે હોરીનું કહેવું છે કે, મેં ઉંઘવાનો સમય આઠ કલાકની જગ્યાએ ઘટાડીને 30 મિનિટનો કરી નાંખ્યો છે અને તેમણે દાવો કર્યો છે કે, તેની કોઈ અવળી અસર મારા પર થઈ નથી.

ઉંઘ

હોરી જાપાન શોર્ટ સ્લીપર એસોસિસેશનના અધ્યક્ષ પણ છે અને બીજા લોકોને તેઓ પોતાની ઓછી ઉંઘવાની ટેકનિક શીખવાડે છે. તેમને ચર્ચા માટે જાપાનના ટીવી શોમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

હોરીએ કહ્યું હતું કે, મને લાગ્યું હતું કે આઠ કલાકની ઉંઘ બાદ બચેલા દિવસના 16 કલાક જીંદગીમાં મારે જે પણ મેળવવું છે તે માટે પૂરતા નથી અને એટલા માટે મેં મારી ઉંઘ ઓછી કરવા માટે પ્રયોગો શરૂ કરી દીધા હતા. તેમનો દાવો હતો કે, કેટલાક વર્ષોમાં જ મેં મારી ઉંઘ અડધો કલાકની કરી નાંખી છે અને એ પછી પણ હું એનર્જીથી ભરપૂર રહું છું.

પોતાના દાવાને સાચો પૂરવાર કરવા માટે તેમણે ટીવી શોની ટીમને પોતાના ઘરમાં ત્રણ દિવસ રાખી હતી અને આ દરમિયાન તેઓ અડધો કલાક જ ઉંઘ લઈને પોતાનું રોજનું કામ કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ કરતા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!