GSTV

તમે નહીં માનો પણ 98 લાખ કરોડ રૂપિયા બેન્કમાં મૂકી લોકો ભૂલી ગયા, બિમારી છે મોટું કારણ

Last Updated on October 18, 2018 by Karan

છેલ્લા કેટલાક સમયથી જાપાન એક અજીબો ગરીબ સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. જાપાનમાં માર્ચ 2018ના આંકડા પ્રમાણે 1.3 ખરબ ડોલર એટલે કે 98 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું માલિક નથી મળી રહ્યું. જેના માટે ડિમેન્શિયાની બીમારી જવાબદાર છે. જેમાં વ્યક્તિ પોતાની યાદ શક્તિ ગુમાવી દે છે. જાપાનમાં ઘણા વૃધ્ધોને આ બીમારી છે. જાપાનના દાઈ ઈચી લાઈફ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના કહેવા પ્રમાણે આ રકમ જાપાનના અર્થતંત્રના ત્રીજા ભાગ બરાબર છે.

સરકાર ઈચ્છે છે કે આ રકમ અર્થતંત્રમાં સામેલ થાય. જેથી ઈકોનોમીમાં વધારે પૈસા ઉમેરાય તો અર્થતંત્ર વધારે વેગ પકડે પણ સવાલ એ છે કે પહેલા આ સંપત્તિનો કોઈ માલિક તો મળવો જોઈએ.  98 લાખ કરોડ રૂપિયા જેમના છે તેમાંથી મોટાભાગના ડિમેન્શિયાના કારણે પોતાની આ સંપત્તિ અંગે ભુલી ગયા હોવાનુ મનાય છે. જેનાથી ભેજાબાજોને મોકળુ મેદાન મળી રહ્યુ છે. સરકાર હવે આ સપત્તિની સુરક્ષા માટે અલગથી કાર્યવાહી કરવાનુ વિચારી રહી છે.

Related posts

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel

ભૂલથી પણ આવો કોલ આવે તો ચેતજો નહીં તો…., 25 લાખની લાલચમાં યુવાને ગુમાવ્યા આટલાં લાખ અને ઘર પણ ભાંગ્યું

Dhruv Brahmbhatt

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!