GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

જાપાનને ગુજરાત પ્રત્યે છે ખાસ પ્રેમ, જુઓ કેમ?

જાપાનની મોટી 19 પૈકી 7 કંપની ગુજરાતમાં રોકાણ કરશે. 100 ઓટો કંપની ગુજરાતમાં રોકાણ કરશે. જાપાન જવું હોય તો વાયા ગુજરાત થઇને જવાય. જી હા આવું કહેવામાં કાંઇ જ અતિશયોક્તિ નથી. કારણ કે વાઇબ્રન્ટ સમિટમાં ત્રણ ત્રણ વખત કન્ટ્રી પાર્ટનર રહી ચુકેલા ગુજરાતનો જાપાન સાથે અંગત નાતો છે.

જાપાની શરમાળ- વિનમ્ર- ઇમાનદાર- મહેનતુ અને દેશભક્ત છે. જાપાન વિશ્વનું બીજાક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ગણાય છે. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી- જીકા ઇન્ક્લુઝીવ એન્ડ ડાયનેમિક ડેવલપમેન્ટ કન્સેપ્ટ સાથે કામ કરી રહીં છે. જાપાન અને ભારત વચ્ચે ઓગષ્ટ-2011માં કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ થયો છે. તેનો સૌથી વધારે લાભ ગુજરાતે લીધો છે.

ભારતના દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તેમજ ચેન્નાઇ-બેંગાલુરૂ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં જાપાનની મદદ મળી રહી છે. આ કોરિડોરનો 40 ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો હોઇ જાપાનની વિશેષ મદદ આપણને મળી રહી છે.  જીકા-એક એવી સંસ્થા છે કે જેણે ભારત અને જાપાન વચ્ચે મજબૂત રિલેશન સ્થાપવાનો પ્રયાસ કર્યો છે.

જાપાન ગુજરાતના દહેજ અને સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં બે સ્માર્ટ સિટી બનાવવા જઇ રહ્યું છે. ગુજરાતના ગૌરવની બાબત એવી છે કે જાપાને ભારત માટે તૈયાર કરેલી કુલ 19 યોજનાઓ પૈકી સાત યોજનાઓ ગુજરાતમાં અમલી બની રહી છે. જાપાન દહેજમાં ડિસેલિનેશન યોજના શરૂ કરશે. તે ઉપરાંત ધોલેરા હાઇ સ્પીડ રેલ્વે યોજનામાં પણ સહકાર આપી રહ્યું છે.

જાપાનની 100 ઓટો કંપનીઓ ગુજરાતમાં તેમના પ્રોજેક્ટ સ્થાપવા જઇ રહીં છે. જાપાનના ઉદ્યોગજૂથો ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ- ઓટોમોબાઇલ્સ- હોટલ એન્ડ હોસ્પિટાલિટી- મેડીકલ ઇક્વિપમેન્ટમાં ભાગીદારી માટે તત્પર છે. ગુજરાત-જાપાનનાં સામર્થ્યને પૂરો અવસર આપી દુનિયામાં તેની પ્રતિતિ કરવા તત્પર છે. સ્કીલ એન્ડ ટેલન્ટેડ પીસફુલ મેનપાવર અને પર્યાવરણલક્ષી વિકાસ માટે જાપાની-ગુજરાતી સંસ્કૃતિનો સમન્વય કરવાની પ્રતિબદ્ધતાથી ગુજરાતમાં જાપાની પોતાને હોમલી ફીલ કરશે.

જાપાન એ હિન્દુસ્તાન વિશે ભાગીદારીનો વિચાર કરે તો તેના મનમાં ગુજરાત કેન્દ્રસ્થાને રહેશે. 2007માં જાપાન વ્હાય ગુજરાત એવો સવાલ કરતું હતું. પણ 2012માં જાપાને વ્હાય નોટ ગુજરાતનો સંકલ્પ કર્યો છે. દર સપ્તાહે જાપાનનું એક પ્રતિનિધિમંડળ નવા પ્રોજેક્ટની ચર્ચા કરવા ગુજરાતમાં આવે છે. આપણે જાપાનની ટેકનોલોજી અને તેના નિષ્ણાંતોનો લાભ લઇ રહ્યા છીએ.

ગુજરાતમાં આકાર પામનારા નવા શહેરોમાં જાપાનની નિપુણતાનો લાભ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. મિત્સુબિસી અને હિટાચી જેવી મોટી કંપનીઓ સહિત જાપાની કંપનીઓ દહેજ અને ચાંગોદરમાં સ્માર્ટ સિટીના નિર્માણમાં સહયોગ આપી રહી છે. એમ કહી શકાય કે ગુજરાતમાં એક મિની જાપાન આકાર લેશે એ દિવસો દૂર નથી. વર્ષોથી જાપાન અને ગુજરાત વચ્ચે વિશ્વાસનો એક સેતુ રચાયો છે. જે એશિયાના અર્થતંત્રને નવી તાકાત આપશે. જાપાનના સહયોગથી ગુજરાત એ એશિયાનું આર્થિક પાવર હાઉસ બનશે.

 

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV