GSTV
Gujarat Government Advertisement

ચીનનો તણાવ અમેરિકાને ફળ્યો : વિશ્વનો સૌથી મોટો હથિયાર સોદો, 3 દેશો 159 ફાઈટર જેટ્સ એફ-35 ખરીદશે

Last Updated on July 10, 2020 by Ankita Trada

ચીન ભારત સહિતના ડઝનબંધ દેશો સાથે તનાવ વધારી રહ્યું છે અને ચીનની દાદાગીરીનો ફાયદો અમેરિકાને મળી રહ્યો છે. જેમ કે જાપાને હવે ચીનનો મુકાબલો કરવા માટે અમેરિકા પાસેથી પાંચમી પેઢીના ફાઈટર જેટ્સ એફ-35 ખરીદવાનું નક્કી કર્યું છે. જાપાન કુલ 105 એફ-35 ખરીદવાનું છે. આ માટે તે અમેરિકાને 23.11 અબજ ડોલર ચુકવશે. દુનિયામાં સૌથી મોટા હથિયાર સૌદા પૈકીનો એક આ સોદો છે.

જાપાને આખરે આ ડીલ ફાઈનલ કરી

એવુ મનાય છે કે, આકાશી મોરચે ચીની વાયુસેનાની વારંવાર ઘૂસણખોરીનો જવાબ આપવા માટે જાપાને આખરે આ ડીલ ફાઈનલ કરી છે. આ તમામ વિમાનોના સ્પેર પાર્ટસ જાપાન લઈ જવાશે અને વિમાનો જાપાનમાં એસેમ્બલ થશે.

વિમાનો અમેરિકા પાસે ખરીદવાનુ છે

આ સીવાયના બીજા બે દેશો પૈકી પોલેન્ડ 32 અને સિંગાપુર 12 એફ-35 વિમાનો અમેરિકા પાસે ખરીદવાનુ છે. પાંચમી પેઢીના આ લડાકુ વિમાનો રડારની પકડમાં આવતા નથી અને તે લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અદાર પૂનાવાલાએ વેચ્યા પૈનેસિયા બાયોટેકના બધા શેર, હવે કંપનીમાં શૂન્ય ભાગીદારી

Bansari

તબીબો માથે ખતરો: કોરોનાની બીજી લહેરમાં 269 ડોક્ટર્સના ગયા જીવ, સૌથી વધુ આ રાજ્યના તબીબો ભોગ બન્યા

Harshad Patel

હાઈકોર્ટે ઉધડો લીધો: વિદેશી વેક્સિન બનાવતી કંપનીઓની જાણકારી માટે કરી અરજી, કોર્ટે 10,000નો દંડ ફટકારી બોલતી બંધ કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!