લ્યો બોલો! જેલમાં ફ્રીમાં ખાવા-પીવાનું મળે એટલે અહીંના લોકો વારંવાર ગુનો કરે છે, જેલનાં છે શોખીન

જાપાન દેશ અત્યારે એક વિચિત્ર સમસ્યા સામે લડી રહ્યો છે. અહીં, વડીલો જીવવા અને ખાવા માટે જેલમાં જતા રહે છે. આ પાછળનું કારણ જેલની સ્વતંત્રતા અને મફત તબીબી સુવિધાઓ છે. કુટુંબમાંથી પીડિત વૃદ્ધોને વારંવાર ગુના દ્વારા જેલમાં નાખવામાં આવે છે.

જાપાનમાં છેલ્લા 20 વર્ષોમાં 65 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ત્રણ ગણી વધી છે. વૃદ્ધ લોકો સતત આરામદાયક જીવન માટે ગુનો કરે છે. 1997માં દરેક 20 ગુનેગારો પૈકી એક 65 વર્ષથી ઉપરનો હોય પરંતુ હવે દરેક પાંચ ગુનેગારોમાં એક વૃદ્ધનો સમાવેશ થાય છે. જાપાનની વસ્તી 12.68 મિલિયન છે, જેમાંથી 65 વર્ષથી ઉપરની વસ્તી આશરે સાડા ત્રણ લાખ છે. બે વર્ષ પહેલાં, વૃદ્ધ ગુનેગારોની સંખ્યા 2500 હતી. ઘણાં વૃદ્ધ લોકો જે યોગ્ય રીતે ચાલવામાં અસમર્થ છે, તેઓ મફત ભોજન માટે જેલમાં જતા હોય છે.

સુરક્ષા કર્મચારીઓ જાપાનની જેલમાં વૃદ્ધ કેદીઓની સંભાળ રાખે છે. તે વૃદ્ધ બંદીવાસીઓનાં ડાઈપરને બદલવાનુ કામ તેમને નવડાવવાનું કામ કરે છે. આરોગ્ય અને ટેલિવિઝન જેવી ઘણી સુવિધાઓને કારણે, ઘણાં વૃદ્ધ લોકોને હવે ઘર કરતાં અહીંયા વધુ સારુ લાગે છે. જાપાનમાં દરેક પાંચ ગુનેગારમાં એક વૃદ્ધ હોય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter