GSTV
Ajab Gajab Trending Viral Videos

VIDEO : જાપાનની બુલેટ ટ્રેન ચાલે છે 600ની સ્પીડે, 7 મિનિટમાં થાય છે આખી ટ્રેનની સફાઈ

અમદાવાદ અને મુંબઇની વચ્ચે ચાલનાર બુલેટ ટ્રેનનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ વર્ષ 2022 સુધી પૂરો થઇ જશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનના નિર્માણ માટે 1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બુલેટ ટ્રેન તૈયાર થતા 500 કિલોમીટરની સફર 2 કલાકમાં પૂરી થઇ જશે. જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ PM નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટ માટે 0.1% ના વ્યાજ દર પર લોન આપી છે. આ ભારતીય રેલ્વે અને જાપાન શિન્કાન્સેન ટેક્નોલૉજીનો જોઇન્ટ પ્રોજેક્ટ છે. જાપાનની સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન મહત્તમ 500-600 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે દોડે છે.

જાપાનમાં છેલ્લા 53 વર્ષોથી બુલેટ ટ્રેન ચાલે છે. પહેલી વખત આ દેશમાં હાઇ સ્પીડ ટ્રેન ચલાવવાનો વિચાર 1930માં આવ્યો હતો અને પહેલી ટ્રેન 1946માં દોડી હતી.

દેખાવમાં બંદૂકની ગોળી જેવી દેખાતી હોવાથી લોકોએ તેણે બુલેટ ટ્રેન કહેવાનું શરૂ કરી દીધું.

જાપાનની બુલેટ ટ્રેન નેટવર્કને શિન્કાન્સેનના નામથી ઓળખવામાં આવે છે, શિનનો અર્થ નવી અને કાન્શેનનો અર્થ મેન લાઇન છે.

જાપાનમાં દર 3 મિનિટમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક બુલેટ ટ્રેન ચાલે છે, તેનું સંચાલન જાપાન રેલ્વે ગ્રુપની કંપનીઓ કરે છે, જે પોતાનો સેફ્ટી અને સમયસર ચાલવાને કારણે જાણતી છે. જો આ ટ્રેન એક મિનિટ પણ લેટ થઇ જાય તો શિન્કૉન્સેન ટ્રેનોને તે માટે જવાબ આપવો પડે છે.

જાપાનમાં બુલેટ ટ્રેનોને 53 વર્ષ થઇ ગયા છે, પરંતુ આજ સુધી કોઇ દુર્ઘટના થઇ નથી, જ્યારે તે દેશમાં સતત ભૂકંપ થતા રહે છે.

જો ગૂગલમાં શિન્કાન્સેન દુર્ઘટના વિશે સર્ચ કરવામાં આવે તો ટ્રેનમાં જાતે આગ અને ભૂકંપને કારણે પાટા પરથી ઉતરી જવાના મામલા મળે છે.

બુલેટ ટ્રેનના કર્મચારી એટલા કુશળ છે કે તેઓ માત્ર 7 મિનિટમાં ટ્રેન સાફ કરી દે છે.

Related posts

સલાહ/ સ્વાસ્થ્યનો ભોગ લેતાં ફેશનના ફિતુર : અતિરેક તમારા સ્વાસ્થ્યનો દાટ વાળી દેશે

HARSHAD PATEL

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના જીવન પર બનશે ફિલ્મ, આ તમિલ અભિનેતા ભજવી શકે છે પાત્ર

Hardik Hingu

ભારત જોડો યાત્રામાં જોડાઈ અભિનેત્રી સ્વરા ભાસ્કર, મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પદયાત્રામાં થઇ સામેલ

Siddhi Sheth
GSTV