GSTV

કોરોનાથી સ્થિતિ ખરાબ/ જાપાનમાં ઓલંપિક વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, 31 ઓગસ્ટ સુધી આ શહેરોમાં આપત્કાલિન સ્થિતિ કરાઈ જાહેર

Last Updated on July 31, 2021 by Harshad Patel

જાપાનમાં ઓલિમ્પિક ચાલી રહ્યો છે. અને આખી દુનિયામાં તેની ગુંજ છે. પરંતુ આ વચ્ચે જાપાનમાંથી એ ખરાબ સમાચાર આવી રહ્યા છે. જાપાની સરકારે શનિવારને રાજધાની ટોક્યો સહિત છ ક્ષેત્રોમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ જોતાં આપત્કાળ જાહેર કર્યો છે. એક બાજુ જાપાનમાં ઓલિમ્પિક રમતો અને બીજી બાજુ કોરોના સંક્રમણના ખૂબજ ઝડપથી વધતા કેસે સરકારને ખૂબજ સંકટમાં લાવી દીધી છે.

ઓકિનાવા પ્રીફેક્ચરમાં આપત્કાલિન સ્થિતિની જાહેરાત કરી

જાપાનના પ્રધાનમંત્રી કાર્યાલયે પીએમ યોશિહિદે સુગાના હવાલાથી દેશના કેટલાક વિસ્તારોમાં આપતકાળ લગાવવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ઓફિસ તરફથી અપાયેલ નિવેદનમાં કહેવાયું છે કે જાપાનમાં 31 ઓગસ્ટ સુધી રાજધાની ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રીફેક્ચરમાં આપત્કાલિન સ્થિતિની જાહેરાત કરી છે. અને તત્કાળ પ્રભાવથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવે છે. પછી જાપાન સરકારે તાત્કાલિક હોક્કાઈડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તમાં કોરોના સંક્રમણ પર કાબૂ કરવા માટે પ્રશાસને આદેશ આપ્યા છે.

લોકોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

જાપાની સરકારે લોકોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જાપાન સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે લોકો બીન જરૂરી ઘરથી બહાર નીકળવાથી બચે. બિનજરૂરી પ્રવાસ ન કરો. આ સાથે જ જાપાન સરકારે લોકોને અપિલ કરી છે લોકો ગરમીની રજાઓમાં પોતાના ગૃહરાજ્યમાં ન જાઓ. જે જ્યાં છે ત્યાં જ રોકાય. તમને જણાવી દીએ કે આખી દુનિયામાં એકવાર ફરીથી કોરોનો સંક્રમણનો ગ્રાફ ખૂબજ ઝડપી વધી રહ્યો છે. કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ જાપાનમાં પણ ફેલાઈ ચૂક્યો છે. તમને જણાવી દીએ કે ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો. અને હવે દુનિયાના 132 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે. જેને લઈને ડબલ્યૂએચઓએ ચેતવણી જારી કરી દીધી છે.

ખેલાડી

વધુને વધુ લોકો વેક્સિનેશન લગાવે તે માટે પ્રયાસ કરી રહ્યા

આ સાથે જ જાપાની સરકારે વધુને વધુ લોકો વેક્સિનેશન લગાવે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. જાપાન સરકારે ઓગસ્ટ મહિનામાં ઓછામાં ઓછું 40 ટકા લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત સરકારે સક્રિય રૂપથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને, જેમાં કોરોના વાયરસની મામૂલી લક્ષણ છે. તેમને દવાઓ આપવામાં આવશે. જાપાન સરકારે દાવો કર્યો છે કે તેની પાસે ક્રાંતિકારી દવા છે. જે કોરોના વાયરસ મામલે 70 ટકા સુધી અસરદાર છે. જાપાન સરકારે નિવેદન કરતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસનેા સંક્રમણને રાખવા સખત કદમ ઉઠાવવા પ્રયાસ કરી રહ્યા છે. જાપાનમાં ઓલમ્પિક ચાલી રહ્યો છે અને ઘણાં ખેલાડીઓ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!