GSTV
Gujarat Government Advertisement

ભારત સાથે દોસ્તી નિભાવી ચીન સામે Japanનો બદલો, ભારત આવવા માંગતી કંપનીઓએ કરશે આર્થિક સહાય

Last Updated on September 5, 2020 by pratik shah

ચીનમાંથી નીકળીને ભારતમાં ફેક્ટરી સ્થાપવી હોય તો કંપનીઓએ પુષ્કળ ખર્ચ કરવા પડે. દરેક કંપનીઓ એ ખર્ચ કદાચ ઉઠાવી ન શકે. એટલા માટે Japan સરકારે પોતાની કંપનીઓને સ્થળાંતરિત થવું હોય તો મદદની ઓફર કરી છે. અનેક મોટી જાપાની કંપનીઓ ચીનમાં ફેક્ટરી ધરાવે છે. એ કંપનીઓને ભારત આવવું હોય તો જાપાન સરકાર આર્થિક મદદ કરશે.

Japan Announce Relocation subsidy to industries in China

Japanએ ફાળવ્યું કરોડોનું બજેટ

Japan સરકારે આ પરિવન-રિલોકેશન માટે 23.5 અબજ યેન (22.1 કરોડ ડૉલર)નું બજેટ ફાળવ્યું છે. Japan જગતનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર છે અને તેના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો મોટો ફાળો છે. ટાપુ દેશ હોવાથી જાપાનની ઘણી કંપનીઓએ ઉત્પાદન યુનિટ પરદેશમાં રાખ્યા છે. જાપાનને ચીન સાથે સદી જૂની દુશ્મની છે.

જાપાન સાથે પણ છે ચીનને વિવાદ

છેલ્લા કેટલાક વર્ષોથી જાપાન પણ અન્ય દેશોની માફક સસ્તાં ચાઇનિઝ ઉત્પાદનો અને સમુદ્રી વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી જેવા પ્રશ્નોથી પીડાઈ રહ્યું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કોઈ કંપની શિફ્ટ થવા માંગતી હશે તો તેનેય જાપાન સરકારની સબસિડીનો લાભ મળશે. 3જી સપ્ટેમ્બરથી જાપાન સરકારે આ માટે કંપનીઓ પાસેથી અરજીઓ લેવાની શરૂઆત કરી છે.

કોરોનાને કારણે જાપાની કંપનીઓને ફટકો

અત્યારે ચીનમાં કોરોનાના ત્રાસને કારણે અનેક જાપાની કંપનીઓની સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. જાપાની કંપનીઓ ઉત્પાદન કરી શકતી નથી. આ પહેલા પણ ચીન બહાર નીકળવા માંગતી હોય એવી કંપનીઓની અરજી જાપાન સરકારને પ્રથમ રાઉન્ડમાં મળી છે અને તેમના માટે 10 અબજ યેન ફાળવી દેવાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Vishvesh Dave

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!