GSTV

ચીન સામે જાપાન અને તાઇવાનને બાંયો ચડાવી, જાપાને આપી ચીમકી

Last Updated on September 11, 2020 by

જાપાન અને તાઇવાનએ ચીનને તેમના સંબંધિત દેશોની હવાઈ સરહદનું ઉલ્લંઘન કરવા માટે કડક ચેતવણી આપી છે. તાઇવાન ચીન સાથેના મુકાબલો કરવા માટે એર ડિફેન્સ ઝોન બનાવી રહ્યું છે. તાઇવાનના વાઇસ પ્રેસિડેન્ટ લા ચિંગ-તેએ કહ્યું કે ચીને સીમા પાર ન કરવી જોઈએ અને તેના લડાકુ વિમાનોને તાઇવાનની હવાઈ સરહદનો ભંગ કરીને ન આવવા જોઈએ. તાઇવાન તેની હવાઈ સરહદને સુરક્ષિત રાખવા માટે એક એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન બનાવી રહ્યું છે. તેથી ચીને હવે કોઈ ભૂલ કરવાનો પ્રયાસ ન કરવો જોઇએ.

જાપાન માટે ચીન સૌથી મોટો ખતરો છે: જાપાનના સંરક્ષણ પ્રધાન

તે જ સમયે, જાપાનના સંરક્ષણ પ્રધાન ટેરો કોનોએ ચીનને તેમના દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. કોનોએ જણાવ્યું હતું કે ચીન તેની સેનાના બળ પર પૂર્વ ચીન સમુદ્રમાં વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન સમુદ્રમાં આવેલા સેનકાકુ આઇલેન્ડ માટે અમે છેલ્લે સુધી લડશું. જો આપણે સેનકાકુ આઇલેન્ડ નહીં સાચવીએ તો, ચીન ત્યાં પોતાની સેના તૈનાત કરશે અને તેને દક્ષિણ ચીન સમુદ્ર જેવા લશ્કરી ક્ષેત્રમાં રૂપાંતરિત કરશે. આર્થિક અને સૈન્ય બળ તરીકે ઉભરી રહેલ ચીન દરેક આંતરરાષ્ટ્રીય ધોરણોને તોડવા માટે વલણ ધરાવે છે. અમેરિકા અને જાપાન એકલા રોકી શકે તેમ નથી. આ માટે અન્ય દેશો સાથે સંકલન વધારીને ચીનને રોકવાની વ્યવસ્થા કરવી પડશે.

READ ALSO

Related posts

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari

PM Kisan/ આ ખેડૂતોને નહિ મળે 10માં હપ્તાના 2000 રૂપિયા, જાણો સરકારના નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!