GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

જાપાનમાં અમેરિકાના બે એરક્રાફ્ટ થયા દુર્ઘટનાનો શિકાર, 6 નૌ સૈનિકો ગુમ

જાપાનના સમુદ્રતટ પર ગુરુવારે ઈંધણ ભરતી વખતે અમેરિકાના બે એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ દુર્ઘટના હવામાં રિફ્યૂઈલિંગ વખતે બની હતી. દુર્ઘટનામાં છ નૌસૈનિકોના ગુમ થયાના અહેવાલ છે. દુર્ઘટનાગ્રસ્ત થનારા એરક્રાફ્ટમાં એક એફ-16 ફાઈટર અને બીજું સી-130 ટેન્કર હતું. આ દુર્ઘટનામાં એક એરમેનને બચાવી લેવામાં આવ્યો છે. જો કે બાકીના નૌસૈનિકોની ભાળ મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

અમેરિકાના મીડિયાના અહેવાલો મુજબ સી-130માં પાંચ અને એફ-18માં બે ક્રૂ મેમ્બર્સ હતા. મહત્વપૂર્ણ છે કે જાપાનમાં અમેરિકાની સેનાના અંદાજે પચાસ હજાર જેટલા જવાનોની તેનાતી છે. મરીન કોર્પે આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એરક્રાફ્ટોએ દક્ષિણ જાપાનના ઈવાકુની ખાતેના મરીન કોર્પ એરસ્ટેશનથી ઉડાણ ભરી હતી.

દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દુર્ઘટના એવા સમયે થઈ હતી કે જ્યારે એરક્રાફ્ટ તેના નિયમિત ટ્રેનિંગના ભાગરૂપે એક ઉડ્ડયન પર હતું.

Related posts

વિમાનની અંદર અચાનક શરૂ થયો વરસાદ : મુસાફરો છત્રી ખોલી બેઠા, ક્યારેય વિમાનમાં ન બેઠેલા લોકોએ ભારે મજા કરી

Dilip Patel

અમદાવાદમાં પ્રવેશવું હશે તો ફરજિયાત કરાવવું પડશે સ્ક્રીનિંગ, શહેરની બોર્ડર પર આરોગ્યની ટીમ તૈનાત કરાઈ

pratik shah

રાજ્યમાં કોરોનાના સતત 13 મા દિવસે રેકોર્ડબ્રેક 900ને પાર, ફક્ત જુલાઈમાં જ થયા 10 હજાર લોકો પોઝીટીવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!