GSTV

ડેથ વોરંટ જાહેર થયાના સાત દિવસમાં ફાંસીએ લટકાવવા કેન્દ્રની સુપ્રીમ રજૂઆત

Last Updated on January 23, 2020 by Mayur

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાને લઇને તારીખ પે તારીખ પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે અને ફાંસીની સજાના કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવે તેવી અપીલ કરી છે. કેન્દ્રએ દાવો કર્યો છે કે વર્તમાન નિયમો એવા છે કે જેનો દુરુપયોગ કરીને અપરાધી બચવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્ર સરકારની આ પિટિશન એવા સમયે સામે આવી છે જ્યારે નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવામાં મોડુ થઇ રહ્યું હોવાની ફરિયાદ તેની માતા કરી રહી છે. સરકારે એવો દાવો કર્યો છે કે અપરાધીઓ નિયમોની સાથે રમત રમી રહ્યા છે. અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે જેને ફાંસીની સજા આપવામાં આવી હોય તેને જે અધિકારો આપવામાં આવ્યા છે તે અંગે સુપ્રીમ કોર્ટ પોતાના અગાઉના ચુકાદામાં સુધારા કરે. સાથે જ એવી પણ માગણી કરી છે કે ક્યૂરેટિવ પિટિશનમાં પણ એક સમય મર્યાદા હોવી જરુરી છે.

સરકારે સાથે એવી પણ માગણી કરી છે કે જો કોઇને ફાંસીની સજા આપવામાં આવી હોય અને આવા સંજોગોમાં કોર્ટ દ્વારા ડેથ વોરંટ જારી થઇ જાય પછી માત્ર સાત જ દિવસમાં દયા અરજી કરી શકે તેટલી જ છુટછાટ આપવી જોઇએ. અને જો દયા અરજીને ફગાવી દેવામાં આવે તો તેવા કેસમાં સાત જ દિવસમાં ડેથ વોરંટ પણ જારી થઇ જવું જોઇએ જેથી આવા અપરાધીઓને વહેલા ફાંસીએ લટકાવી શકાય.


૨૦૧૨માં દિલ્હીમાં નિર્ભયા પર રેપ અને હત્યાના કેસમાં ચારેય અપરાધીને ફાંસીએ લટકાવવામાં આવશે. જોકે બીજી વખત નવુ ડેથ વોરંટ જારી કરવું પડયું છે જેને પગલે પીડિતાની માતા માગણી કરી રહ્યા છે કે સરકાર આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તે દિશામાં પગલા ભરે. સરકારે માગણી કરી છે કે એવા નિયમો હોવા જોઇએ કે જેમાં પીડિતાના હિતોને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે નહીં કે અપરાધીને.

READ ALSO

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!