GSTV
Home » News » ભાજપ અને જેડીયુનો મતભેદ ફરી સપાટી પર આવ્યો, આ નેતાએ કલમ 370 અંગે સમજૂતિ ન કરવાનું આપ્યું નિવેદન

ભાજપ અને જેડીયુનો મતભેદ ફરી સપાટી પર આવ્યો, આ નેતાએ કલમ 370 અંગે સમજૂતિ ન કરવાનું આપ્યું નિવેદન

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ભલે ભાજપ સાથે નારાજગીના અહેવાલનું ખંડન કર્યુ હોય. પરંતુ બન્ને પાર્ટી વચ્ચે મતભેદ ફરીવાર સામે આવ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો વાયદો કર્યો હતો. ત્યારે આ મામલે જેડીયુ નેતા કેસી ત્યાગીએ જણાવ્યુ કે, અમે જયપ્રકાશ નારાયણના વંશજ છીએ. જેથી આર્ટિકલ ૩૭૦ અંગે જેડીયુ સમજૂતિ ન કરી શકે. કેસી ત્યારેએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે જેડીયુએ બિહાર બહાર એનડીએ સાથે ગઠબંધન તોડ્યુ છે.

રવિવારે પટનામાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણી બાદ કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, જેડીયુ માત્ર બિહારમાં એનડીએ સાથે રહેશે. અને બિહાર બહાર જેડીયુ એનડીએનો ભાગ નહીં રહે.

જેડીયુના જણાવ્યા પ્રમાણે પાર્ટી જમ્મુ કાશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. મોદી સરકાર કેબિનેટમાં જેડીયુને સાંકેતિક તરીકે સામેલ કરવા માગતી હતી. જોકે, નીતિશ કુમારે મોદી કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.

Read Also

Related posts

OMG : દેશનાં આ રેલ્વે સ્ટેશન પર વેચાઈ રહ્યું છે હવાથી બનેલું પાણી!, કિંમત 5 રૂપિયા લીટર…

pratik shah

પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

Nilesh Jethva

અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!