માત્ર 16 વર્ષની ઉંમરમાં કિસીંગ સીન દેવા તૈયાર થઈ આ એક્ટ્રેસ, મમ્મીએ રોકાવી દીધી શૂટિંગ અને..

બોલિવુડની માફક હવે સિરીયલોમાં પણ રોમેન્ટીક સીનો આવવા લાગ્યા છે. નાના પડદા પર લવસ્ટોરીને મિક્સ કરી તડકો લગાવી હોટ સીન્સ પીરસવામાં આવે છે. જેના કારણે સિરીયલોની ટીઆરપી હાઈ થઈ જાય. એક સમયે પારિવારીક કહેવાતી આ સિરીયલો હવે પારિવારિક નથી રહી. અને હવે આવો જ એક સીન ફિલ્માવવો પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને મોંઘો પડી ગયો છે.

કલર્સ ટીવી સિરીયલમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરનારી અને તૂ આશિકી નામની સિરીયલમાં પંક્તિ શર્માનો કિરદાર પ્લે કરનારી જન્નત ઝુબૈર રહેમાની આ દિવસોમાં ચર્ચામાં છે. પોતાની ખૂબસુરતી અને ક્યૂટનેસને લઈને હંમેશા તે હેડલાઈન બનાવતી આવી છે. ત્યારે જન્નત હવે ફરી એકવાર ચર્ચામાં છે. પણ આ વખતે તેની ખૂબસુરતીના કારણે નહીં તેના કિસીંગ સીનના કારણે.

સિરીયલ તૂ આશિકીમાં પંક્તિ શર્માનો લીડ રોલ પ્લે કરનારી જન્નત ઝૂબૈર રહેમાની માત્ર 16 વર્ષની છે. આ સિરીયલમાં તેને પોતાના કો સ્ટારને કિસ કરવાની હતી. જેના માટે જન્નત તૈયાર પણ હતી. પણ આ સીન ડિરેક્ટ કરવાના હોવાની ખબર તેની માંને લાગી ગઈ. તેણે સેટ પર આવીને બવાલ ખડો કરી દીધો.

પંક્તિ શર્માનો રોલ પ્લે કરી રહેલી જન્નત આ સિરીયલમાં સિંગર બનવાની મહેચ્છા રાખનારી એક યુવતીનો રોલ પ્લે કરી રહી છે. આ વચ્ચે તેને એક છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. જે બંન્નેની વચ્ચે જ લવ સીન ક્રિએટ કરવાનો હતો. પણ આ સીનની ભનક માતા સુધી પહોંચી ગઈ અને સીન ડાયરેક્ટ ન થઈ શક્યો. શૂટિંગ રોકાવી દેવામાં આવી.

આ સીનને લઈને અભિનેત્રીની માતા અને પ્રોડ્યુસર વચ્ચે કાફી નોકઝોક થઈ. પણ અભિનેત્રીની માતા આ સીન કોઈ પણ કિંમતમાં શૂટ કરવા નહોતી માગતી. તેનું માનવું છે કે તે આ સીન પ્લે કરવા માટે ખૂબ જ નાની ઉંમરમાં છે. સિરીયલના મેકર્સે આ માટે પોતાની લીમીટમાં રહેવું જોઈએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter