GSTV

જન્માષ્ટમી પર્વ: જાણો ગુજરાતમાં કયા મંદિરો છે આજે બંધ, શું છે નવા નિયમો

ભગવાન શ્રી કૃષ્ણની જયંતિ એવું જન્માષ્ટમીનું પર્વ આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. રાજ્યના યાત્રાધામ દ્વારકામાં જગપ્રસિદ્ધ દ્વારકાિધશજી મંદિરે આ વખતે જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણનો 5247મો જન્મોત્સવ ઉજવાશે.  સામાન્ય રીતે જન્માષ્ટમી વખતે રાત્રે 12ના ટકોરે જ મંદિરો ‘નંદઘેર આનંદ ભયો…જય કનૈયાલાલ કી..’ના જયઘોષથી ગૂંજી ઉઠતા હોય છે. પરંતુ વર્ષ 2020ના પ્રારંભ સાથે જ ‘વિલન’બનીને ત્રાટકેલા કોરોના વાયરસને પગલે આ વખતે દ્વારકાધીશ, ડાકોર સહિત મોટાભાગના તમામ મંદિરોમાં ભક્તો વિના જ આ વખતે જન્માષ્ટમીની ઉજવણી થશે. ભક્તોને આ વખતે ઘરે બેઠા જ કૃષ્ણ જન્મની ઉજવણી કરવી પડશે.

‘નંદઘેર આનંદ ભયો…જય કનૈયાલાલ કી..’

ભક્તોને આ વખતે ઘરે બેઠા જ કૃષ્ણ જન્મની ઉજવણી કરવી પડશે

ઘાતક કોરોના વાયરસને પગલે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરને 10 થી 13 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો છે.  બીજી તરફ કોરોનાના કેસ વધતા ડાકોરનું રણછોડરાયજી મંદિર 20 જુલાઇથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવેલું છે. અરવલ્લી જિલ્લાના શામળાજીના દ્વાર દર્શનાર્થી માટે ખુલ્લા રાખવામાં આવશે. પરંતુ તેમાં મટકી ફોડ સહિતના કોઇ આયોજન નહીં કરવામાં આવે. અમદાવાદનું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર, ઈસ્કોન મંદિર, ભાડજનું હરેકૃષ્ણ મંદિર પણ જન્માષ્ટમી-નોમ દરમિયાન દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઈસ્કોન મંદિરમાં સવારે 4:30ના મંગળા આરતી થશે ત્યારબાદ 7:30 કલાકે ભગવાનના નવા વસ્ત્રોના શ્રૂંગાર દર્શન થઇ શકશે.

ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરને 10 થી 13 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો

ઈસ્કોન મંદિરના પ્રવક્તા હરેશ ગોવિંદ દાસજીએ જણાવ્યું કે, ‘આ વર્ષે કોરોનાને કારણે મંદિરમાં લોકોમાં સામાજિક અંતર-જાહેર નિયંત્રણ ના જળવાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જન્માષ્ટમીના દિવસે જે પણ વિિધ-વિધાન તથા પૂજા થશે તેનું લાઇવ દર્શન ભક્તો ઘરે બેઠા ઈસ્કોન અમદાવાદના ફેસબૂક-યુ ટયુબ પેજ પર કરી શકાશે. ‘ અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલી કલ્યાણપુષ્ટિ હવેલીમાં દર વર્ષે જન્માષ્ટમીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં બાળ ગોપાલના દર્શન કરવા ભક્તો ઉમટી પડતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને પગલે કોઇ પણ આયોજન કરાયું નથી.  ભગવાન કૃષ્ણનો જન્મ આઠમની રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં થયો હતો. પરંતુ આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી રોહિણી નક્ષત્ર વિના આઠમના સહારે જ ઉજવાશે.

કૃષ્ણ જન્માષ્ટમી રોહિણી નક્ષત્ર વિના આઠમના સહારે જ ઉજવાશે

કૃષ્ણ જન્માષ્ટમી અંગે જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘ આ વર્ષે 13 ઓગસ્ટ-ગુરૂવારે વહેલી સવારે 3:27થી રોહિણી નક્ષત્ર શરૂ થાય છે અને 14 ઓગસ્ટની વહેલી સવારે 5:22ના પૂર્ણ થાય છે. આમ, આ વર્ષે આઠમની તિિથને લઇએ તો રોહિણી નક્ષત્ર મળતું નથી અને રોહિણી નક્ષત્ર લઇએ તો આઠમની તિથી મળતી નથી. ખુશીની વાત એ છે કે કૃષ્ણ જન્મ બાદ નોમના પારણાના દિવસે 13 ઓગસ્ટના ગુરૂવારે રોહિણી નક્ષત્રમાં જ કાનુડાને બત્રીસી પકવાનનો થાળ ધરાવી શકાશે.’

READ ALSO

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

સંસદમાં હોબાળાનો દિવસ: ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે એવી કઈ ટિપ્પણી કરી કે, ચાર વખત સંસદની કાર્યવાહી થઈ ઠપ્પ

Pravin Makwana

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!