GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

જન્માષ્ટમીમાં આ 8 વસ્તુઓનો અચૂક કરો પ્રયોગ, કાન્હાજીની રહેશે અસીમ કૃપા

ભગવાન કૃષ્ણનું નામ સ્મરણ કરતાં જ મનમાં એક મનોહર મુર્તી દેખાઈ આવે છે. હાથમાં વાંસળી, માથા પર મોરપંખ અને અદ્ભુત દર્શન કરાવતા શ્રીકૃષ્ણનો પર્વ એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમીની પૂજામાં ભગવાનનો શ્રૃંગાર મહત્વનો ગણાય છે. મોરપંખ, વાંસળી સહિત એવી 8 વસ્તુઓ છે જેનો ઉપયોગ ભગવાનની પૂજામાં અચૂક કરવો જોઈએ. આ વસ્તુઓ વડે થતી પૂજાથી કૃષ્ણ ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે. 

મોરપંખ

કહેવાય છે કે રાધાજીના મહેલમાં અઢળક મોર હતા. જ્યારે તે ભગવાનની વાંસળીના સુર સાંભળતા તો તે નાચવા લાગતા. એક દિવસ મોર નૃત્ય કરતા હતા અને તેના પીંછા જમીન પર પડી ગયા. તેને ભગવાને ઉપાડ્યું અને માથા પર સજાવી લીધું. ત્યારથી જ ભગવાનના માથા પર શોભતું મોરપંખ રાધાજીના પ્રેમનું પ્રતિક ગણાવા લાગ્યું. તેથી જ ભગવાનના જન્મોત્સવની પૂજામાં મોરપંખનો ઉપયોગ અચુક કરવો.

મોર મુકુટ

જ્યોતિષીય ગણના અનુસાર ભગવાનની કુંડળીમાં કાલસર્પ યોગ હતો. તેથી તે સદા પોતાના મુકુટમાં મોરપંખ રાખતા. મોર અને સાપ વચ્ચે શત્રુતા હોય છે. મસ્તક પર મોરપંખ ધારણ કરવાથી કાલસર્પ દોષ પણ ઘટી જાય છે. ભગવાનની પૂજામાં પણ મોરમુકુટનો ઉપયોગ કરવાથી કાલસર્પ દોષનો પ્રભાવ ઘટી જાય છે. 

વાંસળી

ભગવાન રામની ઓળખ જેમ ધનુષ હોય છે તેમ શ્રીકૃષ્ણની ઓળખ તેમની વાંસળીથી થાય છે. ભગવાનની વાંસળીની મધુર ધુન સાંભળી ગોપીઓ તેમની તરફ ખેંચાઈ આવતી હતી. ભગવાનની વાંસળી પ્રેમ અને આનંદનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે વાંસળી વગાડીને જ રાસ કરતા હતા. તેથી વાંસળીનો ઉપયોગ પણ પૂજામાં કરવો જરૂરી છે. 

માખણ મિસરી

નંદજીના લાલને માખણ અતિપ્રિય છે. નંદલાલને માખણ એટલું પ્રિય હતું કે તે નાનપણમાં ગોપીઓની મટકીમાંથી માખણ ચોરી અને ખાતા હતા. આ કારણે તેમનું એક નામ માખણચોર પણ પડ્યું હતું. તેથી જન્માષ્ટમીની પૂજામાં ભગવાનને પ્રસાદમાં માખણ મિસરી જ ધરવા જોઈએ. આમ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. 

ઝુલો

ભક્તિ અને પ્રેમના ભુખ્યા ભગવાનને જન્માષ્ટમી પર ઝુલા પર ઝુલાવવાની પ્રથા છે. નાનપણમાં ભગવાનને ઝુલાવવાથી જે આનંદ મળતો તે આનંદ તેમને જન્માષ્ટમી પર પણ મળે તે માટે આમ કરવામાં આવે છે. 

નવા વસ્ત્ર

જન્મોત્સવ પર ભગવાનના બાલ સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી અને પીળા રંગના નવા વસ્ત્ર પહેરાવવા. જન્મોત્સવની તૈયારી કરતા હોય તો પીળા વસ્ત્ર અચુકથી ખરીદજો. ભગવાનને પિતાંબર પણ અતિપ્રિય છે. 

ગાય

ભગવાન કૃષ્ણના નિવાસને ગોલોક માનવામાં આવે છે. ગાય ભગવાનની સહચર છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે પૂજામાં વાછરડા સાથે જે ગાય હોય તેની પણ પૂજા કરવી. આમ કરવાથી સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 

ગીતા

ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશને ગીતાજી કહેવામાં આવે છે. ભગવાનની આ વાણી મનુષ્યને આજે પણ મુક્તિનો માર્ગ અને કર્મ પથ પર ચાલવાનું શીખવાડે છે. તેથી આઠમની પૂજામાં ગીતાની પૂજા પણ અચૂક કરવી.

Read Also

Related posts

ઘરની બહાર નીકળતા વિચારજો! આ હોટસ્પોટ વિસ્તારમાં કેસનો આંકડો 500ને પાર, વધુ બેના મોત સાથે મૃત્યુઆંક 64

Bansari

જીવનજરૂીયાત વસ્તુની ઉંચી કિંમત વસૂલતા 1,100 વેપારીઓ ઝડપાયા, રૂ 2.21 લાખનો દંડ કર્યો વસૂલ

pratik shah

દુકાનદારો બુમો પાડે પરંતુ ગ્રાહકો બેફિકર: રોજના 25થી 30 પોઝીટીવ કેસ છતાં સુરતીલાલાઓ બિન્દાસ્ત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!