GSTV

જોવાનું ન ભૂલતા/ 100 કરોડના હીરા-ઝવેરાતોથી સજ્યા રાધા-કૃષ્ણ, માત્ર એક જ દિવસનો છે આ શ્રૃંગાર

સિંધિયા રાજવંશના 200 વર્ષ જુના આભૂષણોથી ગ્વાલિયરના આ મંદિરને જન્માષ્ટમીના અવસર ઉપર સજાવવામાં આવ્યું છે. આ આભૂષણોની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે. કોરોના કાળમાં આ વખતે ઓનલાઈન દર્શન થશે.

આ મંદિરનું નામ ગોપાલ મંદિર છે. જે ગ્વાલિયરના ફૂલબાગમાં આવ્યું છે. આ મંદિરની જ્વૈલરી દર વર્ષે જિલ્લા કોષાલયની સુરક્ષા વચ્ચે મંદિરમાં લાવવામાં આવે છે. જ્વૈલરીનું લિસ્ટીંગ બાદ તેનું વજન કરવામાં આવે છે. તે બાદ ગંગાજળથી ધોઈને ભગવાનને પહેરાવવામાં આવે છે. સુરક્ષા માટે જન્માષ્ટમીમાં અહીંયા 200થી વધારે પોલીસ કર્મી હાજર હોય છે.

સિંધિયા રાજવંશે આ પ્રાચીન જ્વૈલરી મધ્ય ભારતની સરકારના સમયમાં ગોપાલ મંદિરને સોંપી હતી. આ દુર્લભ જ્વૈલરીમાં હીરા અને પન્ના જડીત આભૂષણ છે.

મંદિરના ઈતિહાસમાં પહેલી વખત કોરોના સંકટના કારણે આ વખતે મંદિરની અંદર શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. શ્રૃંગાર દર્શન બાદ ભગવાનના દર્શન ફેસબુક લાઈવના માધ્યમથી કરાવવામાં આવશે.

નિગમઆયુક્ત સંદીપ માકિને જણાવ્યું કે, આજે બેંકના લોકરમાંથી ભગવાનના ઘરેલા લઈને તેનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે. ઘરેણાની સુરક્ષા માટે પોલીસ જવાનોની હાજપી રહેશે. સાથે જ સીસીટીવી કેમેરાની મદદથી તેની સુરક્ષા કરવામાં આવી રહી છે.

કૃષ્ણ જન્મબાદ રાત્રે 12 વાગ્યે આ ઘરેણાને ટ્રેઝરી ખોલીને તેમાં રાખવામાં આવશે અને બીજા દિવસે સવારે તેને ફરીથી બેંકના લોકરમાં રાખી દેવામાં આવશે.

સિંધિયા રજવાડા દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરમાં રાધા-કૃષ્ણની મૂર્તિઓ માટે કિંમતી રત્નોથી ભરેલા સુવર્ણ ઝવેરાત છે. પ્રાચીન હોવાને કારણે, તેમનું બજાર મૂલ્ય સો કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ભગવાન રાધા-કૃષ્ણના આભૂષણોમાં ઘણા કિંમતી રત્નો જડિત છે.

ભગવાનના ઝવેરાતોમાં રાધાકૃષ્ણના સફેદ મોતી વાળો પંચગઢી હાર, સાત લડી હાસ જેમાં 62 સાચા મોતી અને 55 પન્ના લાગ્યાં છે. કૃષ્ણ ભગવાનના સોનાનો મુકુટ, રાધાજીનો ઐતિહાસીક મુગટ જેમાં પોખરાજ અને માણેક જડીત હોવાની સાથે તેમાં વચ્ચે પન્ના લાગ્યો છે. આ મુકુટ લગભગ ત્રણ કિલો વજનનો છે.

રાધા રાનીના મુગટમાં 16 ગ્રામ પન્ના રત્ન લાગ્યાં છે. શ્રીજી તથા રાધાના એરિંગ્સ, સોનાની નથ, કંઠી, બંગડી, કડા વિગેરે છે. ભગવાનના ભોજન માટે સોના-ચાંદીના વાસણ પણ છે. ભગવાનની સમાઈ, અત્તર દાન, પીચકારી, ધૂપદાન, ચાળણી, સાંકડી, છત્ર, મુગટ, ગ્લાસ, વાટકી, કુંભકરીણી, નિરંજની વગેરે પણ છે.

ગોપાલ મંદિરમાં સ્થાપિત ભગવાન રાધાકૃષ્ણની પ્રતિમાંને આ જ્વૈલરીને સુસજ્જીત કરવાની પરંપાર આઝાદી પહેલાથી ચાલી આવી છે. આ સમયે સિંધિયા રાજપરિવારના લોકો તથા રજવાડાના મંત્રી, દરબારી અને સામાન્ય લોકો જન્માષ્ટમીએ દર્શન કરવા માટે આવે છે. આ સમયે ભગવાન રાધાકૃષ્ણને આ જ્વૈલરીથી સજાવવામાં આવે છે.

આઝાદી બાદ મધ્ય ભારતની સરકાર બન્યાં બાદ ગોપાલ મંદિર, તેની સાથે જોડાયેલી સંપત્તિ જિલ્લા પ્રશાસન અને નિગમ પ્રશાસનને આધિન થઈ ગઈ. નગરનિગમે આ જ્વૈલરીને બેંકના લોકરમાં રખાવી દીધી છે. વર્ષો સુધી તે લોકરમાં જ રાખવામાં આવી હતી.

તે બાદ વર્ષ 2007માં ડો. પવન શર્માએ નિગમાયુક્તની કમાન સંભાળી, તેણે નિગમની સંપત્તિઓની તપાસ કરાવી, જેમાં આ જ્વૈલરીની જાણકારી મળી. તે બાદ તત્કાલીન મહાપોર વિવેક શેજવલકર અને નિગમાયુક્તે ગોપાલ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભગવાન રાધાકૃષ્ણની પ્રતિમાઓ ઉપર આ ઘરેણાનો શ્રૃંગાર કરવાની પરંપાર શરૂ કરાવી, તે બાદથી આ પરંપરાનું પાલન કરી રહ્યાં છે.

ફુલબાગ સ્થિત રાધા-કૃષ્ણ મંદિરમાં રંગબેરંગી લાઈટોથી શણગારમાં આવે છે. દરવર્ષે અહીંયા જન્માષ્ટમી ઉપર આશરે 2 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યાં છે. પરંતુ આ વર્ષે ભગવાનના ઓનલાઈન દર્શન થશે.

Related posts

post officeની આ સ્કીમમાં રોકાણ કરશો તો થોડા સમયમાં જ રૂપિયા થઈ જશે ડબલ, ફાયદાનો સોદો છે

Dilip Patel

શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, SVPમાં હાલ સારવાર હેઠળ

pratik shah

સરકારી નોકરી: ભારતીય નૌસેનામાં 12મું પાસ માટે ઉત્તમ તક, અરજી કરવાની આ રહી સંપૂર્ણ વિગત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!