GSTV
Home » News » જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

જીવનના અનંત અને ગંભીર રહસ્ય શ્રીકૃષ્ણમાં સમાયેલા છે. આ શબ્દ ફક્ત નામ નથી. તેમાં શક્તિ, કલા અને નિર્માણનો બોધ છુપાયેલો છે. કૃષ્ણ શબ્દનો અર્થ પણ એવો જ થાય છે કે જે સામર્થ્ય પૂર્વક પૂર્ણ ભોગ તેમજ મોક્ષની સમાન ગતિ જાળવી રાખે. બીજ સ્વરૂપમાં શ્રીકૃષ્ણને ક્લીં સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે. તેથી આ સિદ્ધ પર્વ પર સાધક પોતાના જીવનના પક્ષથી સંબંધિત સાધના પણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કુશળ તંત્રવેત્તા અને સાધક પણ હતા. જેમણે તેમની શિક્ષા સંદીપની આશ્રમમાં ગ્રહણ કરી હતી. 

જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની સેવા અને પૂજા કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને પાપનો નાશ થાય છે. ભગવાન કૃષ્ણના બાલ સ્વરૂપની પૂજાથી હૃદયમાં પ્રેમ અને વાત્યલ્યનો ભાગ જાગૃત થાય છે. શ્રીકૃષ્ણનો જન્મ વિશેષ લીલાઓ માટે થયો હતો. 

જન્માષ્ટમીની પૂજા વિધિ

જન્માષ્ટમીના દિવસે વ્રત કરનારએ સ્નાન કરી પંચ દેવોને નમસ્કાર કરી અને પૂર્વ કે ઉત્તર મુખ બેસવું. હાથમાં જલ લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો. આ સાથે બોલવું કે, “મમ અખિલ પાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત કરિષ્યે”.  ત્યારબાદ શ્રીકૃષ્ણની પૂજા કરવી. વિધિવત પૂજા કર્યા બાદ બાલ ગોપાલને પાલનામાં ઝુલાવવા. પૂજા કર્યા બાદ બપોરે રાહુ, કેતુ જેવા ક્રૂર ગ્રહોની શાંતિ માટે કાળા તલ મિશ્રિત જલથી સ્નાન કરવું. 

મંત્ર જાપ

સંધ્યા સમયે ભગવાનને પુષ્પાંજલિ આપી અને આ મંત્ર બોલવો. “ધર્માય ધર્મપતયે ધર્મેશ્વરાય ધર્મસમ્ભવાય શ્રી ગોવિન્દાય નમો નમ:” ત્યારબાદ ચંદ્રોદય થાય એટલે ચંદ્ર દેવને જળથી અર્ધ્ય આપી અને આ મંત્ર બોલવો, “જ્યોત્સનાપતે નમસ્તુભ્યં નમસ્તે જ્યોતિષામપતે:, નમસ્તે રોહિણિકાંતં અર્ધ્ય મે પ્રતિગ્રહ્યતામ” રાત્રે કૃષ્ણ જન્મ થાય તે પહેલા આ કૃષ્ણ સ્ત્રોત બોલવું, ઓમ ક્રીં કૃષ્ણાય નમ:. મંત્ર જાપ બાદ આરતી કરવી.

Read Also

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

જો તમારા શરીરનું વજન ઓછું ના થયું હોય તો શરૂ કરી દો આ જ્યૂસનું સેવન

GSTV Desk

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!