GSTV
Home » News » કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની

કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી. રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં દ્વારકાવાસીઓ અને બહારથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. જન્માષ્ટમીનું પર્વ એ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગણાતી દ્વારિકાનગરીમાં સૈકાઓથી વિશિષ્ટ રીતે ઉજવાતુ રહ્યું છે.

દ્વારકાધીશ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણનો 5244 મો જન્મોત્સવ ભારે ધામધૂમ પૂર્વક પૂર્વક ઉજવણી કરી હતી આજથી બરાબર 5244 વર્ષ પહેલા શ્રાવણ વદ આઠમને બુધવારની મધરાતે બરાબર બારના ટકોરે જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો એ સમયે માતા દેવકીની કુખે મથુરાના કારાગારમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. જેની યાદમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી. દ્વારકા શબ્‍દ ‘દ્વાર‘ એટલે કે દરવાજામાંથી ઉદભવ પામેલ છે.

પ્રાચિન કાળમાં આ એક ધમધમતું બંદર અને સમગ્ર ભારત વર્ષ માટે પ્રવેશદ્વાર સમુ હતું. ‘કા‘ એટલે કે ‘બ્રહ્મા‘, એટલે કે બ્રહ્માને પામવાનો માર્ગ, આમ દ્વારકાને મોક્ષદ્વાર તરીકે ઓળખાવી શકાય. ભગવાન શ્રી કૃષ્‍ણએ મથુરાની ભૂમિ ત્‍યજ્યા બાદ દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી, ત્‍યારથી દ્વારકાનો હિન્‍દુઓની ચારધામ યાત્રા પૈકી એક ધામ, અને સપ્‍તપૂરી પૈકી એક પૂરીમાં સમાવેશ થયો છે. દરેક ભાવિકોને, કૃષ્‍ણભક્તોને શ્રદ્ધાળુઓને કૃષ્‍ણ જન્‍મોત્‍સવનો અનેરો મહિમા છે.

Related posts

જ્યારે ઘણી યોજનાઓ શક્ય છે, 370 પણ શક્ય છે

Path Shah

ઉત્તરાખંડ-યુપીનાં રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવાની ધમકી,પત્ર મળતા હાઇએલર્ટ

Riyaz Parmar

વેપાર પર જોવા મળી પુલવામાની અસર: પાક. સાથેનાં સીમાપારનાં વેપારી સંબંધો પર રોક

Riyaz Parmar