GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ભાવનગર : નિરાધાર 26 જેટલા વડીલો સાથે 108 બાળ કાનુડાઓએ જન્માષ્ટમીની ઉજવણી કરી

ભાવનગરના સરદારનગર વિસ્તારમાં ઓમ સેવા ધામમાં નિરાધાર 26 જેટલા વડીલો તેમનું જીવન પસાર કરી રહ્યા છે. ઓમ સેવા ધામ ખાતે શ્રાવણ માસમાં શિવ ભક્તિ અને વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આજે જન્માષ્ટમીના પર્વે વિવિધ વેશભૂષામાં સજ્જ 108 બાળ કાનુડાઓની સાથે વડીલોએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. નાના મોટા ભૂલકાઓ કાનુડાના વેશમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળપણની યાદ તાજી કરવાતા હોય તેમ નટખટ અંદાજમાં નજરે પડ્યા હતા. વડીલો પણ આ પળને માણવા પોતાની જીણી નજરથી જોઈ રહ્યા હતા. ઓમ સેવા ધામના વડીલો ટ્રસ્ટીઓની સેવાથી ખુબજ ખુશ દેખાયા હતા. આ જન્માષ્ટમી કાર્યક્રમમાં ૧૦૮ કાનુડામાંથી બેસ્ટ કાનુડા માટે એક-બે અને ત્રણ નંબર માટે ઇનામો રાખવામાં આવ્યા હતા.આ ઉજવણી કાર્યક્રમમાં કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

જળયાત્રા: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહરાજ સાથે કર્યુ ગંગાપૂજન

pratik shah

સરકારનો આ નવો નિયમ ખિસ્સુ ખાલી કરી દેશે,જો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો ધંધે લાગી જશો

Bansari

જુગારીઓને પકડવા પોલીસ પહોંચી, નાસભાગ મચતા એવું કંઈક થયું કે એકનું થઈ ગયું મોત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!