GSTV
Astrology Life Trending

રાશિ અનુસાર શ્રીકૃષ્ણને ધરાવો આ વસ્તુઓનો ભોગ, ચમકી જશે ભાગ્ય

janma kundali crorepati

જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. ભક્તો આ પર્વ પહેલાથી જ તેની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે 24 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વ ઉજવાશે. આ દિવસે કૃષ્ણ મંદિરોમાં વિશેષ પૂજા થાય છે. આ ઉપરાંત લોકો પણ પોતાના ઘરે બિરાજતા બાળ ગોપાલની પૂજા કરતા હોય છે.

જો કે ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે દરેક તહેવારનો સંબંધ રાશિ અને ગ્રહો સાથે પણ હોય છે. આ દિવસે વ્રત રાખવા ઉપરાંત રાશિ અનુસાર ભગવાનની પૂજા તેમજ તેમને ભોગ ધરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો આજના પાવન પર્વ પર જાણીએ કે રાશિ અનુસાર કઈ કઈ વસ્તુઓનો ભોગ ભગવાનને ધરવો જોઈએ.

મેષ અને વૃશ્ચિક : આ બંને રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને ફળમાં દાડમ તેમજ સફરજન અને અન્ય પકવાનનો ભોગ ધરાવવો.

વૃષ અને તુલા : વૃષ અને તુલા રાશિના જાતકોએ કેળા તેમજ માખણનો ભોગ લગાવવો.

મિથુન અને કન્યા : આ રાશિના લોકોએ લીલા ફળ અને પેડાનો ભોગ ચઢાવવો.

કર્ક :  કર્ક રાશિના જાતકોએ કેળા, માખણ તેમજ દૂધ ધરાવવું.

સિંહ : સિંહ રાશિના લોકોએ પ્રભુને દાડમ, સફરજન અને શુદ્ધ ઘીથી બનેલા પકવાન અર્પણ કરવા.

ધન અને મીન : આ રાશિના જાતકોએ દ્રાક્ષ, દાડમ, મોસંબી વગેરે અર્પણ કરવા અને સાથે જ પીળા પકવાન પણ ધરવા.

Read Also

Related posts

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi

મોંઘી થશે વીમા પોલિસી! / IRDAIના નવા નિયમની પડશે મોટી અસર, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે ગ્રાહક તેમનું પ્રીમિયમ ઘટાડી શકે છે

Hardik Hingu

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV