GSTV
Home » News » આ રીતે જાણો કઈ રીતે વધી શકે કરોડપતિ બનવાના યોગ, કુંડળીમાં રહેલા આ ખાસ ગ્રહને…

આ રીતે જાણો કઈ રીતે વધી શકે કરોડપતિ બનવાના યોગ, કુંડળીમાં રહેલા આ ખાસ ગ્રહને…

janma kundali crorepati

તમે કદી વિચાર્યું છે કે કોઈ માણસ કરોડપતિ તો કોઈ રોડપતિ કેમ હોય છે? કેટલાક લોકોને ઓછી મહેનતે અનેકગણો લાભ મળે છે તો કેટલાક લોકોને તનતોડ મહેનત કરવા છતાં જોઈતું ફળ મળતું નથી. આ માટે એમની કુંડળીમાં રહેલો આ ખાસ ગ્રહ જવાબદાર હોય છે. તમે પણ પોતાની કુંડળી જોઈને એ જાણો કે તમારા કરોડપતિ બનવાના યોગ છે. જન્મકુંડળીમાં કેટલાક ખાસ ગ્રહો હોય છે જે માણસને ધનવાન બનાવે છે.

દસમા અને અગિયારમાં ભાવમાં સૂર્ય હોય ત્યારે

જાતકની જન્મકુંડળીમાં જ્યારે દસમા અને અગિયારમાં ભાવમાં સૂર્ય હોય. ચોથા અને પાંચમા ભાવમાં મંગળ હોય કે પછી આ જ ગ્રહ એનાથી વિપરીત સ્થિતિમાં બેઠા હોય તો વ્યક્તિ દેશના પ્રમુખ સરકારી હોદ્દા પર બેસે છે. જેનાથી અતુલનીય ધન-સપંત્તિ અર્જિત કરે છે. જે જાતકની કુંડળીમાં મંગળ ચોથે, સૂર્ય પાંચમે અને ગુરુ અગિયારમાં કે પાંચમાં ભાવમાં હોય તેવા જાતકના હાથમાં બેશુમાર પૈતક સંપત્તિ આવે છે. એને ખેતીની જમીન મળે છે અથવા તો એ મહેલ કે જમીનનો માલિક બને છે.

કુંડળીમાં દસમા ભાવનો સ્વામી વૃષભ કે તુલા રાશિમાં હાજર હોય અને શુક્ર અથવા સાતમા ભાવનો સ્વામી દસમા ભાવમાં હોય તો એ દશમ-સપ્તમ યોગ બને છે. આ યોગના પ્રભાવથી જાતક લગ્ન પછી જીવનસાથીની કમાઈથી શ્રીમંત બને છે.

ગ્રહોની ચાલ બદલે છે નસીબ

કુંડળીમાં ગુરુ કર્ક, ધનિ કે મીન રાશિમાં બેઠો હોય અને સાથે જ પાંચમાં ભાવનો સ્વામી થઇને દસમા ભાવમાં બેઠો હોય તો આવા વ્યક્તિને પોતાના સંતાન દ્વારા સંપત્તિ મળે છે. જન્મકુ઼ંડળીમાં બુધ, શુક્ર અને બૃહસ્પતિ એક સાથે એક ભાવમાં બેઠા હોય તો એવી વ્યક્તિ પ્રખ્યાત પ્રવચનકાર, કથાકાર, જ્યોતિષી કે પંડિત બને છે અને એમાથી ધન કમાય છે. આવા વ્યક્તિ કોઈ મોટા મંદિર, મઠ કે આશ્રમના પ્રમુખ હોય છે.

આ લોકો પાસે હોય છે અઢળક ધન

જન્મકુંડળીમાં સાતમાં ભાવમાં મંગળ એટલે કે શનિ બેઠો હોય અને અગિયારમાં ભાવમાં કેતુ સિવાય કોઈપણ ગ્રહ હોય તો વ્યક્તિ સફળ બિઝનેસમેન બને છે. તે દરિયાપારના દેશો સાથે વેપાર કરીને નાણાં કમાય છે. જે જાતકની કુંડળીમાં મંગળ મજબુત સ્થિતિમાં હોઈને મેષ, વૃશ્ચિક કે મકર રાશિમાં હોય તો રૂચક યોગ બને છે. આ યોગના પ્રભાવથી જાતક મોટા હોદ્દાપર બેસીને ધન-સંપદા અર્જિત કરે છે.

Read Also

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!