GSTV

જાહ્નવીને સેટ પર થયો હતો એક વિચિત્ર અનુભવ, જાણો

Last Updated on July 14, 2018 by

મુંબઇ: શ્રીદેવીના અચાનક જ અવસાનથી ફેન્સ સહિત તેના ફેમિલીને પણ આકરો આઘાત લાગ્યો હતો. જાહ્નવીની ઈચ્છા હતી કે મોમ શ્રીદેવી તેને મોટા પડદે જોઈ શકે પરંતુ તે ઈચ્છા પૂરી ના થઈ શકી. જાહ્નવીની ‘ધડક’ પણ ટૂંક સમયમાં જ રીલિઝ થવાની છે. જાહ્નવીએ સેટ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના વિશે કહ્યું હતું.

જાહ્નવીએ કહ્યું હતું કે મને એવું લાગ્યું હતું કે જાણે સેટ પર શ્રીદેવી હાજર હોય. જાહ્નવી શ્રીદેવીની સૌથી નજીક હતી. એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું કે જાહ્નવી તેની વધારે નજીક છે અને નાની દીકરી ખુશી પાપા બોની કપૂરની લાડલી છે.

જાહ્નવી પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. જાહ્નવી જ્યારે ‘ધડક’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને ફેમિલી અને ફ્રેન્ડ્સનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે ‘ધડક’ના શૂટિંગનો અનુભવ શૅર કર્યો હતો.

જાહ્નવીએ કહ્યું કે,’હું મોમની ખૂબ જ નજીક છું અને તેના જેવી દેખાઉં પણ છું. પરંતુ હું જાણું છું કે હું તેમનાથી અલગ છું. જ્યારે એક સીનનું શૂટિંગ ચાલતું હતું કે જેમાં મારે દૂધ પીવાનું હતું. એક પળ માટે મને લાગ્યું કે મારી જગ્યાએ મોમ ઉભી હોય…આ પછી હું બોલી હતી કે ઓહ ગોડ, અહિ મમ્મા નથી? હકીકતમાં તે શોટમાં હું એવી ખોવાઈ ગઈ હતી કે મને કશું જ ભાન નહોતું.’

જાહ્નવીએ જણાવ્યું કે,’મારા મગજમાં મોમની એક ખાસ ઈમેજ છે. તે જ્યારે સવારે જ્યૂસ લેતી હતી. જ્યારે પણ હું સૂઈને ઉઠતી હતી ત્યારે માને જ્યૂસ પીતા જોતી હતી. આ જ કારણોસર હું જ્યારે દૂધ પીતી હતી ત્યારે મને એવું લાગ્યું કે મારી જગ્યાએ મોમ ઉભી છે. તે એક અલગ જ મોમેન્ટ હતી.’

Related posts

કિસ્મત/ લોટરીની ટિકિટે એક પેન્ટરને બનાવી દીધો કરોડપતિ, જીત્યું 12,00,00,000નું ઇનામ

Damini Patel

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!