GSTV
Gujarat Government Advertisement

શું જાહ્નવી કપૂર અંધવિશ્વાસી છે? ફિલ્મ રૂહીઆફ્ઝાને લઈ કહી આ વાત

Last Updated on June 21, 2019 by

જાહ્નવી કપૂર અત્યારે તેની આવનારી ફિલ્મ રૂહીઆફ્ઝાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે ઘણી મહેનત કરી રહી છે. પરંતુ જાહ્નવી તેની ફિલ્મની વાત કરવાને લઈ થોડી અંધવિશ્વાસી છે. બુધવારે ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડસમાં જાહ્નવી સાથે ફિલ્મને લઈ વાતચીત થઈ હતી.

તેણે કહ્યું, ફિલ્મનું શૂટિંગ સારું ચાલી રહ્યું છે. તમે મને અંધવિશ્વાસી કહો અથવા જૂના વિચારો વાળી, પરંતુ મને એવું લાગે છે કે મારી ફિલ્મની વધુ વાતો કરું છું તો નજર લાગી જાય છે. એટલા માટે ફિલ્મને લઈ વધુ ચર્ચા નહીં કરું. આ ફિલ્મનો ભાગ બની અને તેમાં જે કામ કરી રહ્યા છે તેમની સાથે કામ કરીને પોતાની જાતને હું ભાગ્યશાળી માનું છું.

જણાવીએ કે આ મહિનાની શરૂઆતમાં જ જાહ્નવીએ રૂહીઆફ્ઝાની સોશિયલ મિડીયા પર જાણકારી આપી છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળશે. તેને દિનેશ વિઝાન અને મૃગદિપસિંહ લાંબા સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન હાર્દિક મહેતા કરી રહ્યા છે. આ ફિલ્મ 20 માર્ચ 2020માં રિલીઝ થશે. રિપોર્ટસ જણાવે છે કે જાહ્નવી આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે રૂહી અને અફસાના નામનો રોલ કરશે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન દિનેશ વિઝાને ફિલ્મની કાસ્ટના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, અમે આ ફિલ્મ માટે ટેલેન્ડેટ એક્ટર્સને કાસ્ટ કરીને ખુશ છીએ. રૂહી આફ્ઝાના રોલ માટે અમને એવી એક્ટર્સની જરૂર હતી જે તેના પાત્રને સમજી શકે અને તેમાં પૂરેપૂરી ઊતરે. ફીમેલના લીડ રોલ માટે જાહ્નવી જેવી એક્ટ્રેસની જરૂર હતી, જે અલગ પર્સનાલિટીના પાત્રને સરળતાથી નિભાવી શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!